સચિનના પારડી કણદે વિસ્તારમાં આવેલ બજરંગબલી મંદિરે ખાતે ગૌ માતાની પૂજા નું આયોજન કરવામાં આવ્યું છે
કાર્તિક સુદ અષ્ટમી ના રોજ એટલે કે સાંજે 7:00 વાગે ગૌ માતાની પૂજા નું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ તેમજ ગૌરક્ષક ટીમ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ છે
સુરતના સચિન વિસ્તારમાં આવેલ પારડી કણદે ખાતે આવેલ બજરંગ બલી મંદિર સ્થિત વિશ્વ હિન્દુ પરિષદ સુરત ઉધના જિલ્લા ટિમ તેમજ ગૌરક્ષા વિભાગ દ્વારા નવા વર્ષની શુભકામના બાબતે આવતીકાલે એટલે કે કાર્તિક સુદ અષ્ટમી ગોપાષ્ટમી ના રોજ ગૌ માતાની પૂજા અર્ચના કરવાનું આયોજન રાખવામાં આવેલું છે
ગોપાષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ એ દેવરાજ ઇન્દ્રનું અભિમાન પર વિજય મેળવી ગોવર્ધન પૂજા નો પ્રારંભ કરાવ્યો હતો અને બીજી બાજુ શ્રીકૃષ્ણ ભગવાન છ વર્ષની ઉંમરે જશોદા માતા અને નંદરાઈને પરણે આજ્ઞા લઈ કાર્તિક શુક્લ અષ્ટમીના દિવસે ઉઘાડા પગે ઘનઘોર ગાઢ જંગલમાં ગાયો ચરાવવા તેમજ ગૌ લીલાનો પ્રારંભ કરાવ્યો એટલે ભગવાન શ્રીકૃષ્ણ ગોપાલક ગોવિંદ બન્યા જેથી સચિન સ્થિત પારડી કણદે ખાતે ગૌ માતાની પૂજન અર્ચના કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે.
આ ગૌમાતા ની પૂજા અર્ચના ના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ગૌરક્ષકો ની ટીમ જોડાશે અને ગૌ માતાના આશીર્વાદ પ્રાપ્ત કરશે
સ્થળ : બજરંગ બલી મંદિર પારડી કણદે સચિન સુરત.
તારીખ : 09-11-2024
સમય : 7 વાગ્યે સાંજે
રિપોર્ટર-ગભરુ ભરવાડ(સુરત)