સરોવરમાં 40 વર્ગ કિમીનો તરતો દ્વીપ બની ગયો છે, નેશનલ પાર્ક… લોકટક સરોવરમાં ફુમદી (તરતી ઝાડીઓ અને માટી)નો સૌથી મોટો 40 વર્ગ કિમીનો ફેલાવો છે. તેને ભારત સરકારે “કેઇબુલ લાલજાઓ નેશનલ પાર્ક’નો દરજ્જો આપ્યો છે. અહીં વિલુપ્તપ્રાય પ્રજાતિના સાંગાઈ હરણ જોવા મળે છે. વિશ્વમાં આ પ્રજાતિના હરણ લોક્ટક સરોવરના માત્ર આ દ્વીપ ઉપર જોવા મળે છે.
કુલેપમ કેની દેવી, ઇમ્ફાલ 236 વર્ગ કિમીમાં ફેલાયેલું મણિપુરનુ સરોવરમાં તરતાં થરો અને આસપાસના 45 ગામોને કમળના વેપારથી રોજગારી મળી છે. કમળના ફૂલથી લઇને તેના થડ સુધીના અહીં ઉદ્યોગ શરૂ થઇ ગયા છે. હવે અહીં વૈજ્ઞાનિક પદ્ધતિઓથી કમળની ખેતી શરૂ થઇ છે. જેમાં પર્યાવરણ પણ સુધરી રહ્યું છે અને સરોવરમાં નાશ પામતી માછલીઓને બચાવવુ પણ શક્ય બન્યું છે.