આણંદ જિલ્લામાં પ્રવાસનને વધુ વેગ આપવા માટે તારાપુર તાલુકાના વલ્લી નજીક આવેલા કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવનાર છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાએ કનેવાલ તળાવની સ્થળ મુલાકાત લઈ તળાવની ભૌગોલિક સ્થિતિનું નિરીક્ષણ કર્યુ હતું.
આ મુલાકાત સમયે સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરે કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીને કનેવાલ તળાવની ભૌગોલિક સ્થિતિ તથા તેમાં કાર્યરત સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી.
કલેક્ટર અને જીલ્લા વિકાસ અધિકારીએ કનેવાલ તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેના પ્રોજેક્ટ અંગે સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ ઉપર બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકત દરમિયાન પ્રાંત અધિકારી પુનમબેન પરમાર, મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)