કપડવંજ ટાઉન પોલીસ ટીમે અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/- સાથે ૨ આરોપીઓને ઝડપી પાડયા હતાં.
જીલ્લામાં મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ બનતા અટકાવવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા અન્વયે કપડવંજ ટાઉન પોલીસ ઈન્સ્પેક્ટર જનકસિંહ દેવડા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડૅના પોલીસ માણસો સાથે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્કવોડૅના પો.કો.પ્રવિણસિંહ રમેશભાઈ બ.નં.૫૦૧ તથા પો.કો.પ્રિયંકકુમાર અશ્વિનભાઈ બ.નં.૪૪૦ નાઓને અંગત બાતમીદારથી સંયુક્ત બાતમી મળેલ કે, અમદાવાદ શહેર એલીસબ્રીજ પોલીસ સ્ટેશન પાર્ટ એ. ગુ.ર.નંબર-૧૧૯૦૧૦૧૪૨૫૦૨૦૫ /૨૦૨૫ ભારતીય ન્યાય સંહીતાની કલમ -૩૦૫, ૩૩૧(૪) મુજબના ઘરફોડ ચોરીના ગુનામાં ચોરાયેલ અસલ મુદ્દામાલ જેમાં કેમેરા, લેપટોપ, કેમેરાના લેન્સ, બેટરી ગિંબલ સ્ટેન્ડ વિગેરે સાથે બે ઇસમો એક્ટીવા નંબર GJ 07 FD 2081 ઉપર લઈને કપડવંજ શહેરમાં વેચાણ કરવા આવનાર છે જે બાતમી હકીકત આધારે કપડવંજ દાણા ચોકડી ખાતે વોચ તપાસમાં રહી બાતમી હકીકતના વર્ણન મુજબનું વાહન એક્ટીવા આવતા તેમાં સવાર બંને ઇસમો તપાસતા ઉપરોક્ત ગુનામાં ચોરાયેલ રૂ.૭,૪૫,૩૦૦/-નો મુદ્દામાલ મળી આવતા બંને આરોપીઓને BNSS કલમ ૩૫(૧)(ઈ) મુજબ પકડી અટક કરી મુદ્દામાલ BNSS કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી એલીસબ્રિજ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર ખાતે સોંપવા જાણ કરવામાં આવી હતી.
આમ અમદાવાદ શહેરના એલીસબ્રિજ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી ગુનાનો અસલ મુદ્દામાલ કિંમત રૂ.૭,૪૫,૩૦૦/-નો હસ્તગત કરી કપડવંજ ટાઉન પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
પોલીસે (૧) દર્શનકુમાર નટવરભાઈ દાનાભાઈ મકવાણા (ઉ.વ ૨૩) રહે.રોહીતવાસ, મીનાબજાર મુ.તા.કપડવંજ જી.ખેડા (૨) તિર્થ ઘનશ્યામભાઈ રસીકલાલ કા.પટેલ (ઉ.વ ૨૧) રહે.કાછીયાવાડ, રણછોડજી મંદીર પાસે, મુ.તા.કપડવંજ જી.ખેડા બંને આરોપીઓ પાસેથી કેનોન કેમેરા, લેપટોપ,લેપટોપ ચાર્જર તથા માઉસ તથા માઈક સેટ તથા સફેદ તથા લાલ રંગના ઓક્સ કેબલ સાથે, એક કાળા કલરનું એક્ટીવા, લેન્સ, કેમેરાનું સ્ટેન્ડ, બેટરી, કેબલ તથા ફ્લેશલાઇટ તથા એસેસરી, એન્ડ્રોઇડ ફોન સહીતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
રીપોર્ટર – સુરેશ પારેખ (કપડવંજ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom