ખેડા જિલ્લામાં ૧૪ વર્ષની દિવ્યાંગ સગીરા પર દુષ્કૃત્યના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પોક્સો કેસમાં આરોપી રિયાઝખાન અકબરખાન પઠાણ રહે. ડભાલી, શેખ ફળિયું , તા. ગળતેશ્વર ને ૨૦ વર્ષ ની સખત કેદ ની સજા કરવામાં આવી છે, આ ગુનામાં ભોગ બનનાર 13 વર્ષની દિવ્યાંગ સગીરા પર આરોપી એ દુષ્કૃત્ય આચરેલ હતું. જીલ્લા સરકારી વકીલ ધવલ આર બારોટએ ૧૧ જેટલા મૌખિક તેમજ ૨૦ જેટલા લેખિત પુરાવા રજૂ કરી દલીલો કોર્ટ માં રજૂ કરતા જે દલીલો ને ગ્રાહ્ય રાખી નડિયાદ ની સેશન્સ કોર્ટે આરોપી ને ૨૦ વર્ષ ની સખત કેદ ની સજા નો હુકમ કરેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel