નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્યમાં વહેલી સવારથી જેસીબી દ્વારા ડિમોલીશન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરદાર ભુવન સંકુલની 46 દુકાનો ખાલી કરાવવા માટે કાર્યવાહી તેજ કરવામાં આવી હતી, જેને પગલે આજરોજ સવારથી મનપા દ્વારા ડિમોલીશન શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે, હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદા આજે પૂર્ણ થતા, પાલિકા આજે વહેલી સવારથી દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી છે, જોકે, વેપારીઓ મનપા દ્વારા ફાળવવામાં આવેલી વૈકલ્પિક જગ્યાએ સ્થળાંતર કરશે કે કેમ તે અંગે પ્રશ્ન ઊભો થયો છે. સરદાર ભવનની દુકાનદારોના વકીલે માહિતી આપતા જણાવેલ કે, તેમણે મનપા વિરુદ્ધ હાઈકોર્ટમાં ‘કન્ટેમ્પટ પીટીશન’ (અદાલતની અવમાનનાની અરજી) દાખલ કરી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel