સ્થાનિક સ્વરાજ ચૂંટણી-૨૦૨૫મા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે અપક્ષ ઉમેદવારી કરવા તેમજ પરિવાર માંથી અપક્ષ ઉમેદવારી કરાવવા માટે તાત્કાલિક અસરથી 33 સભ્યોને ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્યના પદેથી તેમજ તમામ પદે થી સસ્પેન્ડ કરવામાં આવેલ છે.
જેમાં જિલ્લા ભાજપ દ્વારા કરાયેલા કાર્યવાહીમાં મહુધા, ખેડા, કપડવંજ, કઠલાલ, ચકલાસી, મહેમદાવાદના ૩૩ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.