તા. ૩ ઓક્ટોબરથી પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ નોરતે ખૈલેયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી. આ સાથે જિલ્લા પોલીસે જાહેર રસ્તા ઉપરથી પસાર થતા વાહનચાલકોનુ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં નવરાત્રી ના પ્રથમ નોરતે પોલીસ ચેકિંગ દરમિયાન નડીયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચેકિંગ દરમિયાન ત્રણ ઇસમો દારૂ પીધેલા પકડાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણેય આરોપીઓ ૧) જોયકુમાર ઉર્ફે શ્રેય શૈલેષભાઈ ક્રિશ્યન ઉ.વ. ૨૭ રહે. પાર્કપુર સ્ટ્રીટ પવનચક્કી રોડ તા નડિયાદ (૨) વરૂણ શશીકાંતભાઇ પટેલ ઉ.વ.૨૦ રહે.શિવમ એવન્યુ સંતરામ ડેરી સામે રહે. તા નડિયાદ જી.ખેડા (૩) દર્શન શૈલેષભાઇ પરમાર ઉ.વ.૨૭ રહે.મોચીવાડ અમદાવાદી બજાર.નડિયાદ નાઓની વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
વધુમા, પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝરથી ગેટ ઉપર ચેકિંગ કરવામાં આવશે અને દારૂ પીને ગરબા રમવા આવશે તો જેલ હવાલે થશે તેમ
નડીયાદ પશ્ચિમ પી.આઈ – કે.એચ.ચૌધરીએ જણાવ્યું હતું.