મહુધા પોલીસે મિલકત સંબંધિત ગુનાઓને ડામવા વધુ એક સફળ કામગીરી હાથ ધરી છે. ચોરી કરાયેલી કુલ ૯ બેટરીઓ, એક મોબાઇલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ સાધન સહિત કુલ ₹૫૨,૦૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
રાજ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક વિજય પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. બાજપાઈના સૂચન અનુસાર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવના માર્ગદર્શન હેઠળ મહુધા પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે મહુધા ખાતે નાયરા પેટ્રોલ પંપ નજીક શંકાસ્પદ હાલતમાં ફરતા એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી એક્સાઇડ કંપનીની ચોરી કરાયેલી બેટરી તથા પક્કડ મળી આવી હતી. વધુ પૂછપરછમાં આરોપીએ અગાઉ પણ અલગ-અલગ કંપનીની કુલ ૮ બેટરીઓ ચોરી કર્યાની કબૂલાત કરી હતી.
પકડાયેલા આરોપીની ઓળખ મહંમદસાકીબ સમીરહુસેન શેખ, રહે. લક્કડટોલા, સીમજીભાગોળ, મહુધા તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી કુલ ૯ બેટરીઓ (કિંમત ₹૪૭,૦૦૦), એક ઓપ્પો મોબાઇલ ફોન (કિંમત ₹૫,૦૦૦) તેમજ પક્કડ મળી કુલ ₹૫૨,૦૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ, પી.એસ.આઈ. એસ.આઈ. ડાભી તથા મહુધા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel