ગઇ તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ ગુમ થનાર બાળકી પ્રેમિકા D/o. સંજયભાઈ જાતે. તુવર, ઉંમર વર્ષ 9 હાલ રહે. પોદાર સ્કુલ પાસે પંકજભાઈ પટેલની વાડીમાં જુના ડુંમરાલ રોડ નડિયાદ નાની નડીયાદ શહેર વિસ્તારમાંથી ગુમ થયેલ હતી. જે બાબતે નડીયાદ પશ્ચિમ પોલીસ મથકે આવી દિકરી ગુમ થયા બાબતેની હકિકત આપતા ગુનો નોંધલ હતો જેથી સદર ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ મહાનિરિક્ષક જે.આર.મોથલીયા અમદાવાદ વિભાગ, અમદાવાદ અને ખેડા જીલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક વી.આર. બાજપાઇ નાઓની અધ્યક્ષતામાં નડીયાદ પશ્ચિમ પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ ના પોલીસ અધિકારી કમર્ચારીઓની સ્પેશ્યલ ઈન્વેસ્ટીંગેશન ટીમ (SIT) ની રચના કરી સદર ગુનાની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોપેલ હતી.
ઉપરોક્ત ટીમો દ્વારા નડીયાદ શહેર વિસ્તારમાં નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (વિશ્વાસ પ્રોજેક્ટ- ગુજરાત સરકાર) ની મદદથી અને બીજા જાહેર માર્ગ પર આવતા કોમ્પ્લેક્ષ, દુકાનો વિગેરે મળી આશરે ૧૫૦થી વધુ જગ્યાઓના CCTVમાં ગુમ થનારની ઓળખ કરી બાળકીની હાજરી તપાસી રોડ મેપ તૈયાર કરેલ અને કામગીરી દરમ્યાન તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ સાંજના બાળકી નડીયાદ બસ સ્ટેન્ડમાં આવી એક બસમાં બેસેલ હોવાનું ધ્યાને આવેલ જેથી સદર બસની તથા બસ જવાના રૂટની CCTVમાં ખરાઇ કરી સદર એસ.ટી. બસ ના ડેપોની હકિકત મેળવવામાં આવેલ અને જે તે સમયે સદર બસના ફરજ પરના ડ્રાઇવર તથા કંડક્ટરની હકિકત મેળવી તેમની સાથે સંપર્ક કરી સદર બાળકીના બેસવા તથા ઉતરવાના સ્થળની વિગતો મેળવતા સદર બાળકી તા.૩૧/૦૭/૨૦૨૪ના રાત્રીના ક.૧૧/૩૦ વાગ્યાની આસપાસ દાહોદ એસ.ટી. બસ સ્ટેશન ખાતે ઉતારેલ હોવાની હકિકત મળેલ હતી.
ઉપરોક્ત હકિકત આધારે ત્વરીત કામગીરી અર્થે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તથા નડીયાદ પશ્ચિમ પો.સ્ટે.ના પો.સ.ઈ. જે.એન. પઢીયાર નાઓને આગળની કામગીરી સારૂ મોકલી આપેલ અને ત્યા એસ.ટી. બસ સ્ટેશન તથા જાહેર માર્ગના CCTV તપાસની કામગીરી સતત હાથ ઘરવામાં આવેલ અને દાહોદ શહેર વિસ્તારમાં નેત્રમ કમાન્ડ કંટ્રોલ સેન્ટર (વિશ્વાસ પ્રોજેક્ટ-ગુજરાત સરકાર) તથા દાહોદ એલ.સી.બી. પોલીસને સાથે રાખી તપાસ કરતા સદર બાળકી કોઇ ઇસમ સાથે બાઇક પર જતી જોવા મળેલ હતી દરમ્યાન બાળકી જે બસમાં બેસીને દાહોદ આવેલ તેના કંડક્ટર સાથે વધુ પુછપરછમાં હકિકત જણાયેલ કે સદર બાળકી બસમાં કોઇ પેસેન્જર દંપતીની સાથેની બાળકી સાથે સંપર્કમાં આવેલ જેમાં ધોળકાથી એક દંપતી તેની દિકરી સાથે દાહોદ જવા સારૂ બસ માં બેસેલ તો કાદચ તેની પાસે હોઇ શકે તેવી હકીકત પણ જાણવા મળેલ જેથી દાહોદ ખાતે તપાસમાં ગયેલ પોલીસ ટીમે તે દિશામાં પણ તપાસ હાથ ઘરેલ અને CCTVમાં બાળકીને બાઇક પર લઇ જનાર ઇસમને ફોન પર વાત કરતા જોવા મળેલ અને તે દિશામાં તપાસ કરવા સારૂ એલ.સી.બી.ની ટેકનીકલ ટીમની મદદથી ફોન નંબરોની તપાસ કરતા જે શંકાસ્પદ નંબરો મળતા તમામ નંબરો પર કોલ કરવામાં આવેલ.
અને તાત્કાલીક મોબાઇલ નંબરોના નામ સરનામાં મેળવી રૂબરૂમાં તપાસ કરવામાં આવેલ અને સદર ગુમ થનાર બાળકી ધોળકાથી બેસેલ દંપતીના સંપર્કમાં આવેલ તે દંપતીના ઘરે તપાસ કરતા ગુમ થનાર બાળકી મળી આવેલ હતી.