ખેડા સંસદીય વિસ્તારના વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાનારા ત્રીજા સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નો ખેડા એચ.એન્ડ ડી પારેખ હાઈ સ્કૂલના વિશાળ પ્રાંગણમાંથી શુભારંભ થયો છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સાંસદ ખેલ મહોત્સવનો સુભારંબ કરાવ્યો હતો.
આ અવસરે ધારાસભ્યો અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ,અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન અગ્રણીઓ અપૂર્વભાઈ પટેલ, રાજેશભાઇ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, ભગવત ભાઈ પરમાર,ખેડા હાઈ સ્કૂલના ચેરમેન ખમીસા ભાઈ, કે.ડી.શાહ, સંગઠનના મહિલા અગ્રણીઓ, ખેડા અને માતર વિધાનસભા વિસ્તારના અગ્રણીઓ, જિલ્લા રમત ગમત વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન રમતગમત ક્ષેત્ર અને રામતવીરોને વિશેષ પ્રોત્સાન આપવાનો અભિગમ અપનાવ્યો છે જેના ભાગરૂપે દેશભરમાં સાંસદ ખેલ સ્પર્ધાઓ દરવર્ષે યોજાઈ રહી છે જેના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ પોતાના સંસદીય વિસ્તારમાં દર વર્ષે સફળતાપૂર્વક આ ખેલ મહોત્સવ યોજવાનો આવકારદાયક અભિગમ અપનાવ્યો છે.જેના પગલે ત્રીજા સાંસદ ખેલ મહોત્સવનો તેમણે ખેડાના એચ એન્ડ ડી પારેખ હાઈ સ્કૂલના પ્રાંગણમાંથી પ્રારંભ કરાવ્યો હતો.ઉલ્લેખનીય છે કે સાંસદ ખેલ મહોત્સવ..૨૦૨૫ માં વિવિધ આઠ રમતોની સ્પર્ધાઓ માટે હજ્જારો રમતવીરોએ રમતોમાં ભાગ લેવા નામ નોંધણી કરાવી છે એમ આ ખેલ મહોત્સવના કો ઓર્ડીનેટર મનોજભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel