યુએસએની સેનેટ ઓફ પેન્સિલવેનિયાએ ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક-કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલનું સહકારી બેંકિંગમાં ઉદાહરણીય નેતૃત્વ માટે આંતરરાષ્ટ્રીય સન્માન કરવામાં આવ્યું છે. ૨૨મા સેનેટોરિયલ ડિસ્ટ્રિક્ટના નાગરિકો વતી સ્ટેટ સેનેટર માર્ટી ફ્લાયને ચેરમેન તેજસ પટેલની સહકારી ક્ષેત્રમાં ક્રાંતિકારી પગલાં, ડિજિટલાઇઝેશનના માધ્યમથી નવીનતાઓ સાથે શરૂ કરેલી સેવાઓ, સહકારી બેંકિંગ અને સમુદાય વિકાસમાં અસાધારણ યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા છે.
પેન્સિલવેનિયાના સ્ટેટ સેનેટર માર્ટી ફ્લિન દ્વારા કેડીસીસી બેંકના ચેરમેન તેજસ પટેલને ૫૦મા જન્મદિવસ નિમિત્તે વિશેષ પત્ર પાઠવતા ભારતમાં સહકારી બેંકિંગ ક્ષેત્રમાં અદ્વિતીય યોગદાન અને અસાધારણ નેતૃત્વને બિરદાવવામાં આવ્યું છે. સ્ટેટ સેનેટર માર્ટી ફ્લાયને ખાસ કરીને કેડીસીસી બેંકના કાર્યશીલ ચેરમેન તેજસ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ કેડીસીસી બેંક આધુનિક ડિજિટલ બેંકિંગ નવીનતામાં અગ્રેસર બની છે, જેમાં બેંક દ્વારા વોટ્સઅપ બેંકિંગ, ટેબ્લેટ બેંકિંગ, ક્યુઆર કોડ આધારિત પેમેન્ટસ, એઇપીએસ, નેટ બેંકિંગ અને અદ્યતન દસ્તાવેજ વ્યવસ્થાપન સિસ્ટમ-ડીએમએસ, સ્ટેટ ઓફ ધી આર્ટ બેંક લોન મેનેજમેન્ટ સિસ્ટમ સહિત આધુનિક ડિજિટલ બેંકિંગ નવીનતાઓ થકી ગ્રાહકોને બેંકિંગ સેવાઓ ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ચેરમેન તેજસ પટેલ દ્વારા બેંકનું નામમાં કૈરાના બદલે ખેડા કરીને ઐતહાસિક ઓળખ પુનઃસ્થાપિત કરવાની પહેલ તેમની પ્રામાણિકતા, દ્રષ્ટિ અને સ્થાનિક વારસા પ્રત્યેના ઊંડા આદરને પ્રતિબિંબિત કરે છે.
આ ઉપરાંત ચેરમેન તેજસ પટેલના નેતૃત્વમાં કેડીસીસી બેંક નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPAs) ઘટાડવા અને સ્વ-રોજગાર કાર્યક્રમો દ્વારા રોજગાર સર્જન કરવામાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. એફપીઓ ડેવલપમેન્ટ થકી ખેડૂતોને મદદરૂપ થવા સાથે સોલરાઇઝેશન માટે ફાયનાન્સની સુવિધા ઉપલબ્ધ કરાવવાની પહેલ તેમજ માઇક્રો એટીએમ અને કેસ ડિલીવરી ઇનોવેશન થકી સહકારી મંડળીઓને મજબૂત બનાવાનું કાર્ય કર્યુ છે. તેમના નેતૃત્વમાં સહકારી બેંકિંગ મોડેલની સુસંગતતા અને પ્રભાવ હવે ગુજરાત જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે, જેના પગલે કોમનવેલ્થ ઓફ પેન્સિલવેનિયા, યુગાન્ડાના એગ્રીકલ્ચર મંત્રાલય જેવા વિદેશના પ્રતિનિધિમંડળ કેડીસીસી બેંકની મુલાકાત લઇ રહ્યા છે. તેજસ પટેલનું જાહેર સેવા, સમુદાય ઉત્થાન, પારદર્શક શાસન અને ભવિષ્યલક્ષી નવીનતા પ્રત્યેના તેમના સમર્પણ અને પરિવર્તન લાવવાના પ્રયાસો બદલ આંતરરાષ્ટ્રીસ્તરે સન્માનિત કરવામાં આવ્યા છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel