તાપી જિલ્લાના ઉકાઈ પ્રોજેક્ટ એરિયામાં આવનાર દિવસોમાં હજારો ખ્રિસ્તીઓ દ્વારા ધાર્મિક સંમેલન કરવાનું આયોજન થઈ રહ્યું છે, જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવા છતાં કોના ઇશારે આ બધો ખેલ રમાઈ રહ્યો છે તે મોટો સવાલ??
તાપી જિલ્લો એ એક સમયે પ્રકૃતિ પુજક આદિવાસી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો હતો. પરંતુ ધીરે ધીરે લોભ લાલચ આપી, અંધશ્રદ્ધા અને કેટલાક લોકો દ્વારા ધર્મ પરિવર્તનનો ધંધો શરૂ કરવામાં આવતા અહીં મોટા પ્રમાણમાં લોકોનું ખ્રિસ્તી કરણ કરવામાં આવ્યું.
દાદા પર દાદા પ્રકૃતિના તત્વોની પૂજા કરતા હતા તેઓએ હવે પ્રકૃતિને પુજવાનું છોડી વિદેશી ધર્મ કે જે યુરોપનો સૌથી પૈસા વાળો ધર્મ કહેવાય છે તે અપનાવી લીધો એટલેકે ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. વિદેશથી આવતા રૂપિયાને કારણે તાપી જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં લાખો અને કરોડો રૂપિયાના ખર્ચે મોટી મોટી ધાર્મિક સભાઓ કરવામાં આવી રહી છે. અને સવાલ તો એ ઉભો થાય છે કે જ્યારે દરેક ગામડાઓમાં ત્રણ – ત્રણ ને ચાર – ચાર ચર્ચ છે હોવા છતાં કેટલાક લોકો ઉકાઈના હેલીપેડ ગ્રાઉન્ડ પર હિન્દુ મંદિરની બાજુમાં જાહેરમાં પ્રાર્થના કરવા કેમ આવે છે?? શું તેઓ દ્વારા ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપવાની અને પ્રકૃતિ મુજબ હિન્દુઓને ઉશ્કેરવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે?? અને આવી પ્રવૃત્તિના કારણે આ વિસ્તારનું વાતાવરણ બદલ્યું તો શું સમજુ મામલતદાર આ કાર્યક્રમની મંજૂરી આપનાર ઉકાઈ પ્રોજેક્ટ એરિયાના અધિકારીઓ અને તાપી જિલ્લા કલેકટર જવાબદારી લેશે ખરા??
આ વિડીયો આખો જુઓ અને સાંભળો કઈ રીતે અહીં લોકોને ઉસકેરવામાં આવી રહ્યા છે .