નડિયાદ શહેરના જવાહરનગર વિસ્તારમાં ત્રણ વ્યક્તિઓના મોતથી ચકચાર મચી જવા પામી છે, પરિવારજનોનો આક્ષેપ છે કે ઝેરી દારૂ પીવાથી આ વ્યક્તિઓની હાલત બગડી હતી, જે આક્ષેપોને લઈ નડિયાદ સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ શહેરમાં લઠ્ઠાકાંડના આક્ષેપો થઈ રહ્યા છે, જેમાં શહેરના જવાહરનગર વિસ્તારમાં દારૂ પીવાથી ત્રણ વ્યક્તિઓની હાલત બગડતા તેઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તૈઓને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળતાં તેઓ દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં લગાવવામાં આવેલ આક્ષેપોથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે જેને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.