ખેડા જિલ્લાના નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગોની સફાઈ કરવા માટે આધુનિક ચેલેન્જર રોડ સ્વીપર મશીનનું લોકાર્પણ શ્રી સંતરામ મંદિરના ચોગાનમાં પૂજ્ય સંત નિર્ગુણદાસ મહારાજના હસ્તે પૂજન કરી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદ કોર્પોરેશનના કમિશનર જી.એચ.સોલંકી દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી નડિયાદ શહેરમાં સફાઈની શરૂઆત કરાવવામાં આવી.
આ ચેલેન્જર સ્વીપર મશીન સાથે કુલ 65 થી વધારે સફાઈ કામદારોની ટીમ અને પાંચ ટ્રેક્ટરની મદદ દરરોજ રાત્રે નડિયાદ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્યમાર્ગોની રાત્રી સફાઈ કરવામાં આવશે. આ પ્રસંગે નડિયાદના અને ડેપ્યુટી કમિશનર રૂદ્રેશભાઈ, નડિયાદ મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટર મયંક દેસાઈ સહિત સેનેટરી વિભાગની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel