પાલનપુર તાલુકામાં લમ્પી વાયરસ ફરીથી પ્રસરવાનું શરૂ થતા પશુપાલકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લાના ભુતેડી, ચડોતર અને ચંડીસર ગામોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસો નોંધાયા છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થયો છે. સ્થાનિક પશુમાલિકોનો આક્ષેપ છે કે ત્રણેય ગામોમાં રોગના લક્ષણો દેખાયા છતાં પશુપાલન વિભાગે પૂરતી કાર્યવાહી કે જરૂરી તકેદારી નથી લીધી.
જો વહીવટી તંત્ર અને પશુપાલન વિભાગ આ પરિસ્થિતિને ગંભીરતાથી નહીં લે તો 2022 જેવી વિકટ પરિસ્થિતિ ફરી ઊભી થઈ શકે છે, જ્યારે લમ્પી વાયરસના કહેરથી બનાસકાંઠામાં આશરે 10,000 પશુઓના મોત થયા હતા. લમ્પી વાયરસમાં પશુઓના શરીર પર ફોલ્લા થવા લાગે છે, આંખોમાંથી પાણી વહે છે, અને પશુ ખાવાનું બંધ કરી દે છે, જેના કારણે તેમની તબિયત ઝડપથી ખરાબ થવા લાગે છે.
હાલની સ્થિતિમાં તાત્કાલિક રસીકરણ, ચેપગ્રસ્ત પશુઓનું અલગાવ અને ગ્રામ્ય વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવવું અત્યંત જરૂરી બની ગયું છે, જેથી રોગચાળો વધુ ન ફેલાય અને પશુઓના જીવ બચાવી શકાય.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom