નડિયાદ શહેરના ખાડ વાઘરી વસમાં રહેતા ૧૦ અસામાજિક તત્વો ના ઘેર નડિયાદ શહેર પોલીસ મનપા તંત્ર વીજ તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જે પૈકી ત્રણ અસામાજિક તત્વોના ઘેરથી દેશી વિદેશી દારૂનો જથ્થો મળી આવવાની સાથે બે અસામાજિક તત્વોના મકાનમાં કનેક્શન કાપી નાખવામાં વીજ ચોરી ઝડપાતા વીજ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
નડિયાદ ખાડ વાઘરી વાસમાં રહેતા ૧૦ જેટલા અસામાજિક તત્વોના ઘેર નડિયાદ ટાઉન પોલીસ તેમજ મહાનગરપાલિકા અને વીજ કંપની દ્વારા આજે તપાસ કરવામાં આવી હતી. જેઓના ઘેર રહેણાંક મકાન તથા ગટરલાઈન તથા નળ કનેક્શન નિયમ મુજબ કાયદેસર છે કે કેમ? તેની તપાસ કરવામાં હતી નડિયાદ ટાઉન પોલીસના પી.આઈ. એમ.ભી.ભરવાડ પોતાના કાફલા સાથે સાંજના અરસામાં એકાએક અસામાજીક તત્વો સામે કાર્યવાહીના ભાગરૂપે ખાડ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ૧૦ જેટલા અહીંયા રહેતા અસમાજિક તાવોના ઘરે તપાસ કરી હતી.