ખેડા-જીલ્લામાં રાતના સમયે મિલકત સંબધી ગુનાઓ બનતા અટકાવવા સારૂ પોલીસ મહા નિરીક્ષક વિધી ચૌધરી અમદાવાદ વિભાગ અમદાવાદ નાઓ તથા મહે, પોલીસ અધિક્ષક વિજય પટેલ નાઓ દ્વારા સુચના આપવામાં આવેલ કે તથા નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી કપડવંજ નાઓના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લામાં મિલકત સબંધી દાખલ થયેલ અનડીટેક્ટ ગુનાઓ શોધવા સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય મહેમદાવાદ પોલીસ સ્ટેશન એફ.આઇ.આર.નંબર-૧૧૨૦૪૦૪૧૨૫૦૮૯૩/૨૦૨૫ બી.એન.એસ. કલમ-૩૦૯ (૪), ૩૩૧(૨), ૫૪ મુજબના ગુનામા ગઇ તા-૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૦૨/૦૦ વાગ્યાના સુમારે ફરીયાદીશ્રી (ભોગ બનનાર) ચંપાબેન વા/ઓ હીરાલાલ પરસોત્તમભાઇ પાદરીયા (કાછીયા પટેલ) વિધવા ઉવ. ૮૨ રહે.સુથારની ખડકી નડીયાદી દરવાજા તા. મહેમદાવાદ જી.ખેડા નાઓના પોતાના ઘરે સુઇ રહેલ હતા.
દરમ્યાન આરોપીઓએ રાત્રીના મકાનમાં પ્રવેશ કરી ફરીયાદી બુમાબુમ ન કરે તે સારૂ એક ઇસમે ફરીયાદી ઉપર બેસી મોઢું દબાવી રાખી તથા બીજા સહ આરોપીએ ફરીયાદીશ બેન્ને પહેરેલ બે – બે મળી કુલ ચાર નંગ સોનાની બંગડીઓ જે છ તોલા વજનની કિ.રૂ.૬,૦૦,૦૦૦/- લાખની મત્તાની લુંટ કરી નાશી ગયેલ હોવાની ફરીયાદીની વિગત આધારે અત્રેના પોસ્ટે ઉપરોક્ત નંબર/ કલમથી અનડિટેકટ લુંટનો ગુનો દાખલ કરવામા આવેલ જે ગુનો શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ નાઓ દ્વારા સુચના આધારે નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકી સાહેબ કપડવંજ નાઓના માર્ગદર્શન હેઠળ આર.આઇ.સોલંકી પોલીસ ઇન્સપેક્ટર મહેમદાવાદ પોલીસ સ્ટેશન નાઓની સુચના અને સીધા માર્ગદર્શનથી મહેમદાવાદ પો.સ્ટે.ના આર.એમ.પરમાર પો.ઇન્સ તથા ડી.બી.રાઓલ પો.સબ.ઇન્સ તથા સર્વલન્સના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી ગુનાવાળી જગ્યાની આજુબાજુ સી.સી.ટી.વી ફુટેજની ઝીણવટ ભરીરીતે ચકાસણી કરવામા આવેલ તથા અંગત અને ભરોષાપાત્ર બાતમીદારો તેમજ અન્ય હુમન્સ સોર્સીસથી હે.ડ.કો વિનોદભાઇ ભેમાભાઇ બ.નં-૭૫ તથા અ.પો.કો રણજીતસિંહ બળદેવસિંહ બ.નં- ૧૧૨૦ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, આયુષ કેતુલભાઈ પંચાલ રહે મહેમદાવાદ નડીયાદી દરવાજા તથા ફરીદખાન સ/ઓ ફીરોજખાન હુસેનખાન પઠાણ રહે મહેમદાવાદ ખાત્રજ દરવાજા બહાર તા મહેમદાવાદ બન્ને ઇસમો જી.જે.૦૭ સી.એફ ૩૪૫૧ મો.સા નંબર- લુંટમા ગયેલ મુદ્દામાલ સાથે મહેમદાવાદ તરફ આવનાર હોવાની આધારભુત માહીતી આધારે ઉપરોક્ત બન્ને ઇસમોને કબ્રસ્તાન ચોકડી પાસે મો.સા રોકી લઇ ઉપરોક્ત બન્ને ઇસમોની અટકાયત કરી પંચોની હાજરીમા પુછપરછ કરી લુંટના મુદ્દામાલ સોનાની ચાર નંગ બંગળીઓ છ તોલા વજનની કિ.રૂ.૬,૦૦,000/- લાખની મત્તાની કબજે કરી જે બંગળીઓ બાબતે પુછતા સદરહું બંગડીઓ પોતાના ફાયદા સારૂ ગઈ તા-૧૦/૦૯/૨૦૨૫ ના કલાક ૦૨/૦૦ વાગ્યાના સુમારે ચંપાબેન હીરાલાલ પરસોત્તમભાઇ પાદરીયા રહે.સુથારની ખડકી નડીયાદી દરવાજા તા.મહેમદાવાદ જી.ખેડા નાઓ પોતાના ઘરે સુઇ રહેલ હતા દરમ્યાન રાત્રીના મકાનમાં પ્રવેશ કરી એક બીજાએ મદદગારી આચરી ઉપરોક્ત સોનાની બંગડીઓ મેળવેલ હોવાની હકિકતની કબુલાત કરતા લુંટમા ગયેલ મુદ્દામાલ રીકવર કરવામા આવેલ તેમજ અનડીટેક્ટ લુંટના ગુનાનો ભેદ ઉકેલી બન્ને આરોપીઓની ગુનાના કામે અટકાયત કરવામાં આવેલ છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel