નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં ખ્રિસ્તીઓ દ્વારા આયોજિત સેમિનારમાં ધાર્મિક પ્રચાર અંતર્ગત ધર્મ પરિવર્તન કરાતા હોવાના આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જઈ હોબાળો મચાવી પોલીસને આ અંગે જાણ કરી હતી. દરમિયાન નડિયાદ પશ્ચિમ પોલીસે હિન્દુ ધર્મ સેનાના કાર્યકરની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આર્શીવાદ સોસાયટી પાસે બાજુ ખ્રિસ્તી સમાજ હોય વાર્મિક શિક્ષણ અને વાર્ષિક પ્રચાર અંતર્ગત એક રોમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દાહોદ, ફતેપુરા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ. મધ્યપ્રદેશના ૧૦ ઉપરાંત યુવક-યુવતીઓને સેમિનાર કરવાના હેતુથી લવાયા હતા સેમિનારમાં કેટલાક લોકો ધાર્મિક ઉચ્ચારણ કરતા હતા. જે ત્યાંથી પસાર થતાં હિન્દુ ધર્મ સેનાના કાર્યકરે સાંભળ્યા હતા ત્યાર પછી આ સેમિનારમાં ધર્મ પરિવર્તન થતું હોવાની આશંકાના પગલે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રાજન ત્રિપાઠી સહિતના કાર્યકરો આ સેમિનારમાં પહોંચી ગયા હતા અને તેઓએ ભારે હોબાળો મચાવ્યો હતો બાદ હિન્દુ ધર્મ સેનાના કાર્યકરોએ જાણ કરતાં નડિયાદ પશ્વિમ પોલીસ ટીમ ત્યાં દોડી આવી હતી જેને પગલે મામલો નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે પહોંચ્યો હતો દરમિયાન
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel