કાકીડી રામકથામાં મોરારિબાપુનાં હસ્તે ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ વિમોચન થયું. અહી લેખક રણછોડભાઈ મારુંએ રાજીપો વ્યક્ત કર્યો છે.
ઝવેરચંદ મેઘાણીથી પ્રભાવિત અને તેમની પ્રણાલી સાથે કાર્યરત પાલિતાણાનાં રણછોડભાઈ મારું દ્વારા લિખિત ‘મેઘાણીના પગલે મેરની મે’માનગત’ પ્રકાશનનું વિમોચન મોરારિબાપુનાં હસ્તે વિમોચન થયું અને અભિવાદન પણ કરાયું.
મહુવા પાસે કાકીડીમાં મોરારિબાપુનાં વ્યાસાસને ચાલતી રામકથામાં આ વિમોચન વેળાએ પ્રારંભિક વિગત હરિશ્ચંદ્રભાઈ જોષીએ આપી. વિમોચનમાં નિલેશભાઈ વાડિયાયા જોડાયાં હતાં.
આ પ્રસંગે લેખક રણછોડભાઈ મારુએ મેર જ્ઞાતિના સહયોગ સાથે પ્રકાશન વિગતો આપી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ અને પોતાનો પ્રાસંગિક રાજીપો વ્યક્ત કર્યો.