કપડવંજ એસટી બસ સ્ટેશન ખાતે અન્ન, નાગરિક, પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતો અને જિલ્લા પ્રભારીમંત્રી રમણભાઈ સોલંકીએ રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે બનનારા નવીન બસ સ્ટેશનનું ભૂમિ પૂજન કર્યું હતું તેમજ ખાતમુહૂર્ત તકતીનું અનાવરણ કર્યું હતું.
આ તકે તેમણે જણાવ્યું હતું કે, રૂ. ૮.૭૭ કરોડના ખર્ચે નવનિર્મિત બનનારા બસ સ્ટેશનના કારણે પ્રવાસીઓની પ્રાથમિક સુવિધાઓમાં વધારો થશે તેમજ આવનારા સમયમાં પણ સંપૂર્ણ સુવિધા યુક્ત પરિવહન ક્ષેત્રે નવા નવા કામો થનારા છે. ધારાસભ્ય રાજેશ ઝાલાની રજૂઆતના પગલે આ મોડલ બસ સ્ટેશન બનનાર છે. જેના કારણે સ્થાનિકોને તેમજ મુસાફરોને વધુ સુવિધા મળશે.
આ બસ સ્ટેશનમાં વેઇટિંગ હોલ, કેન્ટીન, વોટર રૂમ, લેડીઝ -જેન્ટસ ટોયલેટ ઉપરાંત આઠ દુકાનો હશે.
આ પ્રસંગે કપડવંજના ધારાસભ્ય રાજેશ ઝાલા, પ્રાંત અધિકારી એ.પી.ઝાલા, જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, મહામંત્રી રાજેશ પટેલ, ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટૃ, તાલુકા પંચાયત પ્રમુખ જે. કે. પરમાર, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ વર્ષા પંચાલ, મામલતદાર સંગીતા મેનીયા, જિલ્લા અગ્રણી ગોપાલ શાહ, જયેશ પટેલ,એપીએમસીના ચેરમેન ધવલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નયન પટેલ, ધૂળાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ જીતેન્દ્ર પટેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન અનિલ વસાવા તેમજ એસ.ટી. વિભાગીય નિયામક સી.ડી. મહાજન, કપડવંજ ડેપો મેનેજર એન. એમ. કલ્યાણી, એસ.ટી. નિગમ ત્રણેય યુનિયન પદાધિકારીઓ ,ઇજનેર દેસાઈ, સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
રીપાર્ટર – સુરેશ પારેખ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel