નડિયાદ શહેરમાં વાણિયાવાડ સર્કલ ઉપર આવેલ જશોદા એપાર્ટમેન્ટના રૂમમાંથી મોબાઈલની ચોરી થતા નિરવભાઈએ નડિયાદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટનો યુવાન નીરવ દિલીપભાઈ ગરાજ ઉવ. ૨૧ હાલ નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલા વાણીયાવાડ સર્કલ નજીક જશોદા એપાર્ટમેન્ટના ૫૦૫ નંબરના ફ્લેટમાં રહે છે અને ડીડીઆઇટી કોલેજમાં અભ્યાસ કરે છે ગત નવેમ્બર મહિનામાં તેણે રૂ. ૨૧૪૨૯ની કિંમતનો રેડમી કંપનીનો મોબાઈલ ખરીદ્યો હતો. તા ૨૯ના રોજ સવારે આઠ વાગે તે અને તેનો મિત્ર ધર્મેન્દ્ર રાઠવા પોતાની રૂમ પર હાજર હતા તેણે પોતાનો મોબાઈલ બેડ પર મૂકી વોશરૂમમાં ગયો હતો તેનો મિત્ર ધર્મેન્દ્ર સ્થળ પર હાજર હતો. આ દરમિયાન ધર્મેન્દ્રએ જણાવ્યું કે હું પાણીનો જગ નીચે મુકવા જાઉ છું તેમ કહીને તે નીકળ્યો હતો થોડીવાર બાદ નીરવ બહાર આવ્યો અને તો બેડ ઉપર જોયું તો તેનો ફોન મળ્યો નહોતો આદરમિયાન મિત્ર ધર્મેન્દ્ર રાઠવા પક્ષ ઉપર આવ્યો હતો તેણે તેને પૂછ્યું ત્યારે ધર્મેન્દ્રએ કહ્યું શું પાણીનો જગ મૂકવા ગયો ત્યારે દરવાજો ખુલ્લો હતો. એટલે આ ગાળામાં કોઈ તેમનો ફોન ઉઠાવી છુ થઈ ગયું હતું. જે અંગે નિરવભાઈએ રવિવારે સાંજે નડિયાદ શહેર પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવી હતી.