ગુજરાતમાં સિવિલ ડિફેન્સની ‘ઓપરેશન શિલ્ડ’ ની યોજાયેલ મોકડ્રિલ અંતર્ગત ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે જુદા જુદા સ્થળોએ શનિવારે સાંજે ૫ થી ૭ દરમિયાન મોકડ્રિલ યોજાઈ હતી.
ખેડા જિલ્લામાં બે મહત્વના સ્થળોએ આકસ્મિક હુમલો અને ફાયર જેવી ઘટનાઓના સંજોગો ઉપર નિવારક ઉપાયો માટે વહીવટી તંત્ર દ્વારા મોકડ્રિલ કરાવ્યું હતું. નડિયાદ શહેરમાં એસઆરપી ગ્રુપ-૭ ખાતે અને ખેડા ખાતેની બીપીસીએલમાં મોકડ્રિલ યોજાયું હતું.આ સાથે સાથે સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર, વાઈટલ ઈન્સ્ટોલેશન પર એર રેઈડ, કમ્પ્લીટ બ્લેડ આઉટ, માસ ઈન્જરીસના સંજોગોમાં આરોગ્યતંત્રની સુવિધાઓ જેવી બાબતોને આવરી લઈને મોકડ્રિલ કરાયું હતું. જે બાદ સાયરન વગાડવામા આવેલ તેમજ અલગ અલગ ૬ જેટલી એજન્સીઓ દોડી આવી અસરગ્રસ્તોને બિલ્ડીગમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.