સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ ને 60 વર્ષની ઉંમરના લોકો કે 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરવાળા કર્મચારીઓ માટે બનાવવામાં આવી છે. આ યોજનામાં વાર્ષિક 8.2 ટકા વ્યાજ મળે છે. નાણા મંત્રાલયના ઈકોનોમિક એફેર ડિપાર્ટમેન્ટ તરફથી 7 નવેમ્બરના રોજ આ ફેરફાર અંગે જાણકારી આપવામાં આવી હતી. સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં કરાયેલા ફેરફારો વિશે ખાસ જાણો.
સરકાર તરફથી 55 વર્ષથી વધુ અને 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે SCSS માં રોકાણ કરવા માટેનો સમય એક મહિનાથી વધારીને ત્રણ મહિનાનો કરવામાં આવ્યો છે. હાલ આ નિયમમાં રિટાયરમેન્ટ બાદ તમારે એક મહિનાની અંદર રોકાણ કરવું જરૂરી રહેતું હતું.
રિટાયરમેન્ટ બેનિફિટના દાયરા વિશે સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે. નોટિફિકેશન મુજબ રિટાયરમેન્ટ બેનિફિટનો અર્થ રિટાયરમેન્ટ બાદ કોઈ પણ પ્રકારે મળતું ચુકવણું છે. તેમાં પ્રોવિડંડ ફંડની બાકી રકમ, રિટાયરમેન્ટ કે ડેથ ગ્રેચ્યુઈટી, લીવ એનકેશમેન્ટ કે ઈપીએસ હેઠળ રિટાયરમેન્ટ હેઠળ મળતા ફાયદા સામેલ છે.
નવા નિયમો હેઠળ સરકારી કર્મચારીઓના જીવનસાથીને પણ યોજના હેઠળ ફાઈનાન્શિયલ આસિસ્ટન્ટ એમાઉન્ટ ઈનવેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવે છે.
નવા નિયમો મુજબ જો એક વર્ષ પૂરું થતા પહેલા ખાતા બંધ કરવામાં આવે તો જમા રકમ પર 1 ટકાનો કાપ મૂકવામાં આવશે. પહેલા ખાતાને એક વર્ષ પહેલા બંધ કરવા પર કોઈ પણ પ્રકારનું વ્યાજ મળતું નહતું અને ખાતામાં રહેલી રકમને પાછી આપી દેવામાં આવતી હતી. જો કોઈ પ્રકારનું વ્યાજ ન બને તો એક ટકાની રકમ મૂળ રકમમાંથી કાપી લેવાશે.
ખાતાધારક એકાઉન્ટને કોઈ પણ સંખ્યામાં બ્લોક માટે રજૂ કરી શકે છે. પ્રત્યેક બ્લોક ત્રણ વર્ષ સુધી ચાલશે. અગાઉ તેના વિસ્તારની મંજૂરી ફક્ત એકવાર માટે આપવામાં આવતી હતી.
નોટિફિકેશન મુજબ જો કોઈએ પાંચ વર્ષ માટે રોકાણ કર્યું હોય છે, પરંતુ તે એકાઉન્ટ ચાર વર્ષમાં જ બંધ કરી દે તો એ પરિસ્થિતિમાં ખાતાધારકને સેવિંગ એકાઉન્ટનું જ વ્યાજ મળશે. પહેલા આ સ્થિતિમાં ત્રણ વર્ષ સુધી યોજનાનો વ્યાજ દર લાગૂ થતો હતો. નોટિફિકેશન મુજબ પાંચ વર્ષના રોકાણ સમયગાળાને પણ હટાવી દેવાયો છે.
પોસ્ટ વિભાગ તરફથી હાલમાં જ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. તે મુજબ સીનિયર સિટિઝન સ્કીમમાં જો એક વર્ષ, બે વર્ષ કે ત્રણ વર્ષ માટે રોકાણ કરવામાં આવે અને તમે છ મહિના કે એક વર્ષ બાદ ખાતું બંધ કરી દેવામાં આવે તો આ સ્થિતિમાં તમે જેટલા મહિના માટે રોકાણ કર્યું છે તેટલા મહિનાના વ્યાજની ચૂકવણી કરવી પડશે.