Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાતમાં સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય

ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અને સહાય અર્પણ થયેલ છે. છેલ્લાં કેટલાંક દિવસો દરમિયાન થયેલાં આ અકસ્માતોમાં રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહી છે.

પ્રદેશ, દેશ કે દુનિયા કોઈ પણ જગ્યાએ સર્જાતી આપદાઓમાં મોરારિબાપુ દ્વારા ચિત્રકુટધામ તલગાજરડા તરફથી સંવેદના સહાય અર્પણ થતી રહે છે. તાજેતરમાં ગુજરાતમાં અલગ અલગ સર્જાયેલી દુર્ઘટનાઓમાં ૧૯ વ્યક્તિઓએ જીવ ગુમાવતાં મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ થઈ છે.

છેલ્લાં કેટલાંક દિવસોમાં આ અકસ્માત દુર્ઘટનાઓમાં મરણ પામેલ વ્યક્તિનાં વારસદાર પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે સહાય અર્પણ થયેલ છે. આ યાદી મુજબ મહુવા તાલુકાના છાપરી ગામે વાડી વિસ્તારમાં દીપડાએ કરેલ હુમલામાં ૧ બાળક, મોરબી હળવદ માર્ગ પર ચરાડવા ગામ નજીક વાહન અકસ્માતમાં રણછોડગઢ ગામની ૫ વ્યક્તિ, ગોંડલ તાલુકાનાં શેમળા ગામે ઓરિયા તળાવમાં ડૂબી જતાં ૩ બાળકો, બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે પાનસા રીંછડી ગામે તળાવમાં ડૂબી ૩ બાળકો, સિધ્ધપુર દેથલી ચોકડી પાસે વાહન અડફેટે ૧ શ્રમિક, સુરતમાં ખાંડ બજારમાં કારખાનામાં ૪ શ્રમિકો અને ભાવનગરમાં રામદરબારથી ઘરે પરત જતાં ૨ વ્યક્તિ મરણ પામેલ છે. છેલ્લા આ મરણ પામનાર ૧૯ વ્યક્તિઓનાં વારસદાર પરિવારને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ રૂપિયા ૨,૮૫,૦૦૦ સંવેદના સહાય અર્પણ કરવામાં આવી રહેલ છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.