દેશ કે વિદેશમાં રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથા દરમિયાન આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે.
તલગાજરડા હોય, દેશ કે વિદેશ, મોરારિબાપુની કથામાં એક એક વ્યક્તિથી વૈશ્વિક ભાવનાની જ રહી છે. સત્ય, પ્રેમ અને કરુણા… આ મંત્ર હંમેશા કેન્દ્રમાં રહેલ છે, સૌને કથા શ્રવણ સાથે પ્રશ્નોનો પણ પ્રત્યુત્તર સંતોષ મળતો રહ્યો છે.
રામકથા પારાયણ ગાનમાં ઉત્સુક શ્રોતાઓ સાથે મોરારિબાપુ સંવાદ સાધતાં રહ્યાં છે. કથામાં વ્યાસપીઠ પાસે જ એક ટોપલી મુકાયેલી હોય છે, જેમાં ભાવિક સ્ત્રોતો પોતાનાં રામકથા સંબંધી કે સામાજિક સાંપ્રત ઉત્કંઠા અંગે પ્રશ્નો તેમજ સૂચન પણ લખી મુકતાં રહે છે. આ ચિઠ્ઠીઓ ‘સંગીતની દુનિયા ‘ પરિવારનાં નિલેશભાઈ વાવડિયા વ્યાસપીઠ પાસે મૂકી આપે છે. મોરારિબાપુ કથા પ્રારંભે કે વચ્ચે પ્રસંગો સાથે આ ચિઠ્ઠીઓ વાંચતા રહે છે અને આ આવતાં સૂચન પ્રશ્નોનો મળતો સૌજન્ય પ્રતિભાવ સૌને ગમે છે.
હા, આ ચિઠ્ઠીઓ ઘણીવાર જિજ્ઞાસા સાથેની હોય છે, તો કોઈ પોતાની મોટપ બતાવવા પણ કશુંક કશુંક લખતાં રહે છે. ઘણી વાર તો ટીકા ટિપ્પણ કે સલાહ જેવું પણ હોય છે… તો સાહિત્યકારો દ્વારા રચના કૃતિ કે સંદેશો… આ બધું જ વ્યાસપીઠ પરથી મોરારિબાપુ સાનંદ વાચન કરી લે છે અને કોઈવાર મર્મ સાથે, કોઈ વાર ધર્મગ્રંથોનાં સંદર્ભ સાથે તો કોઈ વાર હળવી મોજ સાથે પ્રતિભાવ ઉકેલ આપતાં રહે છે… પણ હા, પણ હા… ‘આ મને સૂઝે છે, આ મને લાગે છે… માનવું ન માનવું એ તમારી ઈચ્છા…!’ આમ પણ અવશ્ય કહેતાં રહે છે…
મહુવા પાસેનાં કાકીડી ગામે શનિવારથી પ્રારંભ થયેલ રામકથામાં પણ આ ચિઠ્ઠી સંવાદ ચાલી જ રહ્યો છે.