શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથામાં પંચદેવ નામ સાથે વૃક્ષો વાવવા આપ્યો પ્રેરક સંદેશો આપ્યો છે અને પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા અનુરોધ કર્યો છે.
રામકથાનાં માધ્યમથી ધર્મ કે શાસ્ત્રો માત્ર ગોખણ માટે ન રહે અને આચરણ તથા ક્રિયાત્મક રહે તે માટે મોરારિબાપુ તેમનાં કથા વાચન સંદેશા સાથે અનુસરણ કરતાં રહ્યાં છે. રાજકોટમાં ચાલતી રામકથા ‘માનસ સદ્ભાવના’ દરમિયાન વ્યાસપીઠ પરથી કથા પ્રસંગ સાથે મોરારિબાપુએ વધુ નહિ તો આંગણામાં પાંચ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો છે.
મોરારિબાપુએ આદ્યજગદગુરુ શંકરાચાર્યજીનાં સનાતન ઉપદેશ સ્મરણ સાથે પંચદેવ નામ એટલે કે, ગણેશ, સૂર્ય, વિષ્ણુ, શિવ તથા દુર્ગાનાં નામ ભાવ સાથે આ વૃક્ષો વાવવા પ્રેરક સંદેશો આપ્યો છે અને આમ પાંચ વૃક્ષ વાવી ઘરને પંચવટી બનાવવા અનુરોધ કર્યો છે. મોરારિબાપુએ ઉમેર્યું કે કથા પ્રસંગોમાં સહયોગ હેતુ રૂપિયા આપો છો તે ગમે જ છે પણ ‘રુખડા’ એટલે વૃક્ષો પણ વાવો જે ખૂબ જરૂરી છે.
શાસ્ત્રો સાથે સમાજમાં પ્રાસંગિક ધર્મ માટે હંમેશા મોરારિબાપુ દ્વારા પ્રેરક રહ્યાં છે. તેઓ દ્વારા તલગાજરડા કે અન્ય સ્થાનો પર વ્યાપક વૃક્ષારોપણ અને જતન માટે કાર્ય થયેલ છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધો સાથે વ્યાપક રીતે વૃક્ષ ઉછેર અભિયાન વંદનીય રહ્યું છે, ત્યારે આ કથામાં પણ મોરારિબાપુનો સંદેશો અસરકારક બની રહ્યો છે અને ઘણાં જ શ્રોતા ભાવિકો દ્વારા વૃક્ષો માટે સંકલ્પો લેવાઈ રહ્યાં છે.