13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભને લગભગ 1 મહિનો થવા આવ્યો છે અને અત્યાર સુધીમાં 45 કરોડથી વધુ લોકો સ્નાન કરી ચૂક્યા છે અને હજુ લખો લોકો સ્નાન કરવા ઉમટી રહ્યા છે. હાલ સંગમ ખાતે ચારે બાજુ ભીડ દેખાય છે અને શરીરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ છે. આજની વાત કરીએ તો આજે પણ બપોર સુધીમાં 82 લાખથી વધુ ભક્તો સંગમ પહોંચ્યા છે.
#WATCH | #MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni Sangam as people continue to take a holy dip.
As per the Uttar Pradesh Information Department, more than 43 crore people have taken a holy dip so far. pic.twitter.com/iY31NjCQXV
— ANI (@ANI) February 11, 2025
પ્રયાગરાજ શહેરમાં થયેલા ટ્રાફિકને કંટ્રોલ કરવા કમિશનર વિયજી વિશ્વાસ પંત અને ડીઆઇજી અજય પાલ શર્માની ટીમ કામે લાગી છે. આવતીકાલે 12 ફેબ્રુઆરીએ માઘ પૂર્ણિમાના દિવસને ધ્યાનમાં રાખીને નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. 10 ફેબ્રુઆરીથી લઈને 13 ફેબ્રુઆરી સુધી કુંભના રસ્તા પર રાતે 8 થી સવારના 8 સુધી વાહનો માટે રસ્તો બંધ કરાયો છે, તે રસ્તો ફક્ત વહીવટી અધિકારીઓના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો માટે જ ચાલુ રખાશે.