શિવકુંજ આશ્રમ જાળિયામાં ચાલતાં યજ્ઞમાં આહુતિ આપતાં શ્રી મુક્તાનંદજીબાપુએ પ્રસન્નતા વ્યક્ત કરી. વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો ભાવિકો જોડાતાં રહ્યાં છે.
સમગ્ર શ્રાવણ માસમાં યજ્ઞ ઉપાસના સાથે વિવિધ ધાર્મિક પ્રવૃત્તિથી ધમધમતા શિવકુંજ આશ્રમ જાળિયામાં મુક્તાનંદજીબાપુ દ્વારા આહુતિ વંદના કરવામાં આવી. મુક્તાનંદબાપુએ યજ્ઞમાં આહુતિ આપતાં પ્રસન્નતા વ્યક્ત કરી.
આશ્રમમાં યજ્ઞશાળામાં વિશ્વાનંદમાતાજી અને ભૂદેવો કાર્યકર્તાઓએ મુકતાનંદજીબાપુને ભાવભેર આવકાર્યા હતાં, તેઓ અહીંની ધર્મ સેવાની પ્રવૃત્તિથી પ્રસન્ન રહ્યાં છે.
વિશ્વાનંદ માતાજીનાં સાનિધ્ય સાથે ગ્રામજનો અગ્રણીઓની ભાવના સાથે શ્રાવણ માસની થતી શિવપૂજામાં ભૂદેવો સાથે સંતો અને મહાનુભાવો તથા ભાવિકો જોડાતાં રહ્યાં છે અને યજ્ઞ દર્શન તથા પ્રસાદ લાભ લેતાં રહ્યાં છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel