ઉત્તરપ્રદેશમાં રાજાપુરમાં તુલસી જન્મોત્સવ પ્રસંગે સંગોષ્ઠિ સાથે રત્નાવલી, તુલસી, વ્યાસ અને વાલ્મિકી સન્માન અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિ રહી. આ પ્રસંગે મોરારિબાપુએ કહ્યું કે, કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું.
તુલસીદાસજી જન્મભૂમિ રાજાપુરમાં ગત સોમવારથી બુધવાર દરમિયાન મોરારિબાપુ પ્રેરિત તુલસી જન્મોત્સવ યોજાઈ ગયો. આ પ્રસંગે તુલસી સાહિત્ય સંગોષ્ઠિમાં ધર્માચાર્ય વિદ્વાનો જોડાયાં અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રેરક ઉપસ્થિતિ રહી.
સંગોષ્ઠિ સમાપન સાથે તુલસી જન્મોત્સવ પ્રસંગે કથાકાર વિદ્વાનોને સન્માન અર્પણ કરતી વેળાએ મોરારિબાપુએ પ્રાસંગિક વાતો સાથે કહ્યું કે, માનસ એ કથાકારને વૃદ્ધ નથી કરતું પણ ચેતનાની વૃધ્ધિ કરનાર છે. કથાવક્તાએ નીલકંઠ, શીલકંઠ, કીલકંઠ અને દિલકંઠ બનવું તેમ ભારપૂર્વક જણાવ્યું. આ પ્રસંગને દ્રવ્યયજ્ઞ, તપયજ્ઞ, યોગયજ્ઞ, સ્વાધ્યાયયજ્ઞ અને વિજ્ઞાનયજ્ઞ ગણાવેલ.
મોરારિબાપુએ તુલસી જન્મોત્સવ તલગાજરડા બાદ રાજપુર અને હવે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં યોજવાનો મનોરથ વ્યક્ત કર્યો. આ પ્રદેશને એક સાધુ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રાપ્ત થયાની પ્રસન્નતા જણાવી.
ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તુલસીદાસજીનાં વારસાની વંદના કરી મોરારિબાપુ પ્રત્યે અહોભાવ વંદના વ્યક્ત કરેલ. તેઓએ અહીંયા સન્માનિત કથાકારો પ્રત્યે શુભકામના વ્યક્ત કરી અને આવતી પેઢીને સનાતન ધર્મ માટે આ ઉપક્રમ પ્રેરિત કરશે તેમ જણાવ્યું.
આ પ્રસંગે સુપ્રસિધ્ધ વક્તા રામભદ્રાચાર્યજી મહારાજે પ્રાસંગિક ઉદ્બોધન ચિંતન આપ્યું હતું.
આ સમારોહમાં મોરારિબાપુ અને સતુઆબાબા તથા મહાનુભાવોનાં હસ્તે વિવિધ સન્માન અર્પણ થયાં, જેમાં રત્નાવલી સન્માન સાધ્વી નીલમ ગાયત્રી, તુલસી સન્માન જયપ્રકાશ મિશ્ર તથા મદનમોહન મિશ્ર, વ્યાસ સન્માન ગોસ્વામી અચ્યુતલાલજી ભટ્ટ તથા મહાદેવપ્રસાદ મહેતા અને વાલ્મિકી સન્માન અશોકદાસજી મહારાજ તથા બાલકૃષ્ણ કૃષ્ણાચાર્યજીને અર્પણ થયાં.
સમારોહ સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષી રહ્યાં હતાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel