ખેડા જિલ્લાના નડિયાદ ખાતે દિવાળીના શુભ પર્વ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું, મંદિર પરિસરને હજારો દીવડાઓથી શણગારવામાં આવ્યું સમગ્ર મંદિર પરિસર એક તેજોમય દ્રશ્યમાં પરિવર્તિત થઈ ગયું દીપોત્સવના દર્શન કરવા મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ભવ્ય દીપોત્સવ બાદ ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરાયું હતું.
નડિયાદ સંતરામ મહારાજની પવિત્ર ભૂમિ પર આવેલ સંતરામ મંદિરમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી પ્રાતસ્મરણિય રામદાસજી મહારાજની નિશ્રામાં કરાઈ હતી, બુધવારની સમી સાંજે મંદિરના શિખરથી લઈને પરિસર તથા આગળ સર્કલ સુધી હજારોની સંખ્યામાં દીપમાળાઓ પ્રગટાવવામાં આવેલ, અસંખ્ય દીપમાળાઓથી મંદિર ઝગમગી ઉઠ્યું અને ભવ્ય રોશની કરવામાં આવી હતી. દર વર્ષે જે રીતે દીપમાળાઓ પ્રગટાવવામાં આવે છે, તે રીતે આ વર્ષે હજારોની સંખ્યામાં દીપ પ્રગ ટાવવામાં આવેલ, આ સમયે જય મહારાજના નાદ સાથે વાતાવરણ ચારેય કોર ગૂંજી ઉઠે છે, અને વર્ષોની પરંપરા મુજબ ભાવિકો દ્વારા દેવદિવાળીની સંધ્યા ટાંણે ગણતરીના સમયમાં ૧ લાખથી ઉપરાંતના દીવાઓ અહીંયા પ્રગટાવવામાં આવે છે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel