ખેડા જિલ્લામાં મ્યુનિસિપલ કોર્પોરેશન નડીઆદ ખાતે “વંદે માતરમ્ @ ૧૫૦” કાર્યક્રમની ઉજવણીના ભાગ રૂપે માન.મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં નડીઆદ મહાનગરપાલિકા કચેરીના અધિકારી/કર્મચારીઓ દ્વારા ‘વંદે માતરમ્’ રાષ્ટ્રગાનનું સમૂહગાન કરવામાં આવ્યું તથા સ્વદેશી વસ્તુના ઉપયોગ અંગેના શપથગ્રહણ કરવામાં આવ્યા હતા.
વંદે માતરમ. આ બે શબ્દોએ કોઈ સામાન્ય નારો નથી. વંદે માતરમ.. આ એક એવો ક્રાંતિમંત્ર છે કે જેને બોલતા જ ભારતના ૧૪૦ કરોડ નાગરિકોના હદયનાં તાર રણઝણી ઉઠે છે. વંદે માતરમ્ એટલે માતૃભૂમિને વંદન. ભારતમાતાને વંદન. આ દેશની માટીને વંદન. ભારત દેશને આપણે ‘ભારત માતા’ કહીએ છીએ. માતા તરીકે વંદન કરીએ છીએ. દેશને કોઈ જમીનનો ટુકડો માનવાને બદલે આપણે એને માતા તરીકે પૂજતા આવ્યા છીએ. વંદે માતરમ” • માત્ર એક ગીત નથી, તે તો ભારતનાં આત્માનો નાદ છે, તે રાષ્ટ્રપ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયના હૃદયમાં અનંત ઉર્જા, શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે.
ભારતભક્તિના સ્રોત સમું આ ગીત બંગાળના જાણીતા સાહિત્યકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા મૂળ સંસ્કૃત અને થોડું બંગાળી એમ મિશ્ર ભાષામાં રચાયું હતું. આ હરિયાળી, ફળદ્રુપ, સૌને પોષણ આપનારી આપણી આ માતૃભૂમિની ભારતમાતા તરીકે બંકિમચંદ્રજીએ વંદેમાતરમમાં પ્રથમ વાર કલ્પના કરી હતી. આ ગીતની રચના 7 નવેમ્બર 1875ના દિવસે પૂરી થઈ હતી. ત્યારબાદ આ વંદે માતરમ ગીતને આનંદ મઠ નામની નવલકથામાં સમાવવામાં આવ્યું હતું. જેની લાખો નકલો તે સમયે વેચાઈ હતી અને લોકોના હદયમાં રાષ્ટ્રભક્તિ જગાવવામાં આ ગીત અને નવલકથાએ અગત્યની ભૂમિકા ભજવી હતી. આજે વંદે માતરમની રચનાની દિવ્ય ઘટનાનાં ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ વંદે માતરમ ગીતના ૧૫૦ વર્ષ પૂર્ણ થવા પર દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે “વંદે માતરમના આ ૧૫૦ વર્ષને દરેક ભારતીય દ્વારા દિવ્ય-ભવ્ય રીતે ઉજવણી થવી જોઈએ.”
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel