પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક નાઓએ મિલ્કત સબંધી ગુના બનતા અટકાવવા તથા બનેલ ગુનાના આરોપીઓને શોધી કાઢવા સારુ સુચના આપેલ હોય. ગઇ તા. ૧૬/૦૯/૨૦૨૪ ના રોજ નડિયાદ ટાઉન પો.સ્ટે. સર્વેલન્સ પો.સબ.ઇન્સ આર.એચ.દેસાઈ સર્વેલન્સના પોલીસ માણસો સાથે ઇદે મિલાદના તહેવાર અનુસંધાને પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન અ.હેઙકો શ્રવણકુમાર સીયારામ નાઓને અંગત બાતમીદારથી બાતમી હકિકત મળેલ કે, એક ઇસમ હોન્ડા કંપનીનુ એસપી. મોટર સાયકલ લઈ નડીયાદ શહેરમાં આવેલ જુદા જુદા એ.ટી.એમ. સેન્ટરની બહાર ફરે છે અને હાલ તે નડીયાદ પ્લેટીનીયમ પ્લાઝા પાસે સુપારીની દુકાન આગળ તેની મોટર સાયકલ લઇને ઉભેલ છે. તેની મોટર સાયકલની આગળની નંબર પ્લેટ નથી તથા પાછળની નંબર પ્લેટ વાળી નાખેલ છે. જે નંબર પ્લેટ ઉપર UP 31 વંચાય છે. જે બાતમી હિકકત આધારે સદર ઇસમને રોકી લઇ તેની અંગ જડતી કરતા તેની પાસેથી ત્રણ અલગ અલગ બેંન્કના એ.ટી.એમ કાર્ડ મળી આવેલ તથા સદર ઇસમ પાસેથી મોટર સાયકલની નંબર પ્લેટ સીધી કરી નંબર જોતા UP-31-CF-1487 નો જણાયેલ સદર ઇસમશંકાસ્પદ હાલતમાં પકડાયેલ હોય જેથી તેને અલગ અલગ બૅન્કના અલગ અલગ વ્યકિતઓના નામના એ.ટી.એમ કાર્ડ બાબતે પુછપરછ કરતા સંતોષકાર જવાબ આપતો ન હોય જેથી સદર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહીતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૫(૧)ઇ, ૧૦૬ મુજબ અટક કરી પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુકતિથી વધુ પુછપરછ કરતા સદર ઇસમે અર્જુન રાજકુમાર સીસોદિયા રહે. હરીદ્રાર, ફેરપુર, તા.જી. હરીદ્રાર, ઉત્તરાખંડ તથા અજય રાઠોડ રહે. સાહારનપુર, ઉત્તરાખંડ નાઓ સાથે ઉત્તર પ્રદેશથી બે અલગ અલગ બાઇક ઉપર લોંગ ટ્રીપ ઉપર અલગ અલગ શહેરમાં એ.ટી.એમ કાર્ડ બદલી ફોડ કરવા નીકળેલ હોવાની કબુલાત કરેલ.
ગઇ તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ નડિયાદ ટાઉન પો.સ્ટે. ગુરનં. ૧૧૨૦૪૦૪૬૨૪૦ ૭૧૨/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૧૮(૪) મુજબના કામના ફરીયાદી નાઓ સંતરામ રોડ ઉપર યમુના ફરસાણ સામે આવેલ કેનેરા બેંકના એ.ટી.એમમાં પૈસા ઉપાડવા સારુ ગયેલ હતા અને ફરીયાદીના હાથે ફ્રેકચર થયેલ હોય જેથી એ.ટી.એમમાં કોઈ અજાણ્યા ઇસમે ફરીયાદીને મદદ કરવાના બહાને એ.ટી.એમ કાર્ડ લઇ પાસવર્ડ જાણી લીધેલ અને ફરીયાદીનું એ.ટી.એમ લઈ અન્ય કોઇના નામનું એ.ટી.એમ આપી પૈસા ઉપડતા નથી તેમ કહી ત્યાંથી નીકળી ગયેલ અનેતા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ કુલ રૂ.૧,૦૦,૦૦૦/- તથા તા. ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ કુલ રૂ.૯૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૯૦,૦૦૦/- ઉપાડી લીધેલ હોવાની ફરીયાદ દાખલ થયેલ હોય જેથી ઉપરોક્ત આરોપીને આ ગુના સબંધે પુછપરછ કરતા પોતે તથા અર્જુન સીસોદિયા તથા અજય રાઠોડ તથા રમણ નામના ઇસમોએ મળી આ ગુનો કરેલ અને પોતે નડિયાદમાં જ એ.ટી.એમ બદલી ફ્રોડ કરવાના બહાને ફરતો હતો તેમજ તેની સાથેના આરોપીઓ મોટર સાયકલ લઇ રાજસ્થાન તરફ ગયેલ હોવાની કબુલાત કરતા આરોપીને ગુનાના કામે અટક કરી રીમાન્ડ મેળવી આગળની વધુ તપાસ હાથ ઘરવામાં આવેલ છે.