યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) દ્વારા ખેડા જિલ્લામાં નવા આધાર સેવા કેન્દ્ર (ASK)નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને વધુ ઝડપી, પારદર્શક અને સુવિધાજનક આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ પ્રસંગે નડિયાદ-ખેડાના મેયર મનીષભાઈ પટેલ, એસડીએમ નિર્ભય ગોંડલિયા, શિક્ષણ વિભાગના નોડલ અધિકારી મુક્તિબેન પંચાલ, UIDAI ગુજરાતના નિયામક રાજેશ કુમાર ગુપ્તા સહિત વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે નવું આધાર સેવા કેન્દ્ર ડિજિટલ ઇન્ડિયાના વિઝનને વધુ મજબૂત બનાવશે અને નાગરિકોને વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય સેવાઓ પ્રદાન કરશે.
કાર્યક્રમ દરમિયાન નજીકની શાળાના વિદ્યાર્થીઓએ આધાર સેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી તેમજ 5થી 17 વર્ષની વયના બાળકોના ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU)ની પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
નડિયાદના યોગી નગર સ્થિત નેક્સસ-7 કોમ્પ્લેક્સ ખાતે શરૂ થયેલું આ આધાર સેવા કેન્દ્ર અઠવાડિયાના તમામ સાત દિવસ કાર્યરત રહેશે. અહીં નવા આધાર નોંધણી, ડેમોગ્રાફિક સુધારા, બાળકો માટે મફત બાયોમેટ્રિક અપડેટ તથા ફરિયાદ નિવારણ જેવી વિવિધ સેવાઓ ઉપલબ્ધ રહેશે.
કેન્દ્રમાં દિવ્યાંગજનોને અનુકૂળ સુવિધાઓ, વ્હીલચેર, સુલભ શૌચાલય તેમજ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ઉપરાંત નાગરિકો ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુકિંગની સુવિધાનો પણ લાભ લઈ શકશે.
UIDAI દ્વારા આગામી સમયમાં શાળાઓમાં વિશેષ બાયોમેટ્રિક અપડેટ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે, જેથી બાળકોના આધારની વિગતો સમયસર અપડેટ થઈ શકે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel