પ્રેમ અને યુદ્ધ માટે એવું કહેવાતું આવ્યું છે કે, એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોરા હવે તેમાં એક શબ્દ પોલિટિક્સ પણ ઉમેરવા જેવું છે પ્રેમ. યુદ્ધ અને રાજકારણમાં બધુ જ વાજબી છેઃ રાજકારણમાં કોઇ ઘેસ્તી કે કોઇ દુશ્મની કાયમી નથી છેલ્લે તો સાયો શૂસ્વીર એ જ છે જે સત્તા સુધી પહોંચે છે! બિહારમાં વધુ એક વખત નીતીશકુમારે મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા 72 વર્ષના નીતીશકુમારે પોતાની પોલિટિકલ કરિયરમાં આઠ વખત રાજીનામાં આપ્યા છે અને નવ વખત શપથ ગ્રહણ કર્યા છે. સોશિયલ મીડિયા પર એટલે જ પેલી હળવી વાત ચર્ચાઇ રહી છે કે, મુખ્યમંત્રીપદે તરીકે શપથ લેવા માટે નીતીશકુમાર મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપશે! નીતીશકુમારનું અઢાર મહિનામાં આ બીજું અને અગિયાર વર્ષમાં આ ચોથું પરિવર્તન છે ભારતીય જનતા પક્ષ સાથેના તેમના સંબંધો અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા છે. એક સમયે નીતીશકુમાર પોતાને બિહારમાં ભાજપના મોટા ભાઇની ભૂમિકામાં હોવાની વાતો કરતા હતા. ભાજપ કરતા નીતીશકુમારની પાર્ટી જેડીયુને બેઠકો પણ વધુ મળતી હતી. જો કે એ પછી ટેબલ ટર્ન થઇ ગયું લોકસભાની ગઇ ચૂંટણીમાં બિહારમાં ભાજપ અને જેડીયુ બંને સત્તર સત્તર બેઠક પર ચૂંટણી લક્યા હતા. ભાજપે બધી 17 બેઠકો જીતી લીધી હતી, જ્યારે જેડીયુએ એક બેઠક પર હાર ખમવી પડી હતી. વિધાનસભાની ચૂંટણીમાં તો જેડીયુ હાલત ક્યાંય પતલી થઇ ગઇ હતી. ભારતીય જનતા પક્ષને 77 બેઠક મળી હતી અને જેડીયુનું ગાડું 45 બેઠકો પર અટકી ગયું હતું. ભાજપ કરતા 32 બેઠકો ઓછી મળી હોવા છતાં ભાજપે નીતીશકુમારને મુખ્યમંત્રી બનાવ્યા હતા. નીતીશકુમારે એ વખતે ભાજપને કહ્યું હતું કે તમે તમારા કોઇ નેતાને મુખ્યમંત્રી બનાવી શકો છે. ભાજપે કહ્યું હતું કે, અમે જે પ્રોમિસ આપ્યું છે એ મુજબ જ થશે. ભાજપ મોટા ભાઇની ભૂમિકામાં આવી ગયો હોવા છતાં તેમણે નીતીશકુમારનું માન જાળવ્યું હતું ભાજપ ઉમદા વર્તન કર્યું હોવા છતાં નીતીશકુમારે ભાજપને છેહ દીધો હતો. આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી લીધી હતી. નીતીશકુમારને ખબર હતી કે, આરજેડી સાથે કામ કરવું અઘરું છે તો પણ તેમણે જોખમ લીધું હતું. આખરે તેની સાથેના સબંધોનો પણ અંત આવ્યો છે
સવાલ એ છે કે, હવે નીતીશકુમાર ભાજપને વફાદાર રહેશે કે કેમ? આ સંબંધ થોડા મહિનાઓમાં યોજાનારી લોકસભાની ચૂટણી અને 2025માં આવનારી બિહાર વિધાનસભાની ચૂંટણી સુધી જ મર્યાદિત નહીં રહેને?જો કે, હવે ભાજપ જ તેમને એવો મોકો નહીં આપે કે નીતીશકુમાર કોઇ નવી રમત રમે રાજકારણમાં કાયદાઓને બે રીતે જોવાતા હોય છે. નજીકના ભવિષ્યનો કાયદો અને લાંબા ગાળાનો કાયદો ભાજપે અત્યારે ટૂંકા ગાળાનો કાયદો જોઇને નીતીશકુમાર સાથે હાથ મેળવી લીધા છે. લાંબા ગાળાએ તો ભાજપની ગણતરીઓ જુદી જ હશે. આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપે ચારસો પ્લસનો ટાર્ગેટ રાખ્યો છે. ભાજપે જૂના તમામ રેકોર્ડ બ્રેક કરવા છે જે અનુમાનો અને વર્તારો છે એ એવું જ કહે છે કે, ભાજપની હેટ્રિક તો પાક્કી જ છે. જૂના રેકોર્ડ બ્રેક થાય છે કે કેમ, એ જ જોવાનું છે. વિપક્ષોને પણ એટલી તો સમજ છે જ કે આપણો ગજ વાગવાની શક્યતા ઓછી છે. કોંગ્રેસ અને બીજા પ્રાદેશિક પક્ષોમાં ભાજપનો સામનો કરવાનું ઝનૂન જ ખતમ થઇ ગયું છે અમુક કરવું પડે એટલે કરતા રહે છે. પોતાની હાજરી તો ગમે તેમ કરીને નોંધાવવીને?
બિહારમાં જે થયું એ કોનો માસ્ટર સ્ટ્રોક ગણવો એ વિશે પણ ચર્ચાઓ ચાલી છે. ભાજપ અને નીતીશકુમાર કરી પાછા એક થશે એવું કોઇ કહેતું નહોતુ ભાજપ પણ એક વખત બદમાશી કરનારનો બીજી વખત ભરોસો કરતા પહેલા સો વાર વિચાર કરે છે ભાજપનો માસ્ટર સ્ટોક હતો કે નહીં એ તો જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામો આવરો ત્યારે જ ખબર પડશે, ઉત્તર પ્રદેશ અને બિહાર પર ભાજપની સૌથી પહેલી નજર રહે છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં લોકસભાની 30 બેઠકો છે અને બિહારમાં લોકસભાની 40 બેઠકો છે. બંને મળીને સરવાળો 120 થાય છે. આ બે રાજ્યોમાં ભાજપને મેક્સિમમ બેઠકો મેળવવી છે. ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છતીસગઢમાં ભાજપનો દબદબો છે જ દક્ષિણના રાજ્યોમાં ભાજપ ધાર્યા પરિણામો મેળવી શકતું નથી ત્યાં પણ ભાજપે તમામ પ્રયાસો આદર્યા છે. બિહાર લોકસભાની ચૂંટણીમાં મતદારો કેવું રિએક્ટ કરે છે એ જોવાનું રહેરો, આમ તો કેન્દ્રની વાત હોય ત્યારે મતદારો ભાજપનો જ ભરોસો કરે છે બિહારની જ વાત કરીએ તો. બિહારમાં વિધાનસભાની ચૂંટણીમાં આરજેડી સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવી હતી જો કે, લોકસભાની ચૂંટણીમાં એનડીએએ 40માંથી 39 બેઠકો મેળવી લીધી હતી.
બિહાર આજેડીના નેતા લાલુપ્રસાદ યાદવે હવે પક્ષની કમાન દીકરા તેજસ્વી યાદવને સોંપી દીધી છે લાલુપ્રસાદનું માર્ગદર્શન છે પણ તેજસ્વી પોતાની અને પિતાની બુદ્ધિનો ઉપયોગ કરીને નિર્ણયો કરે છે. બિહારના રાજકારણમાં ઉથલપાથલ ચાલતી હતી ત્યારે તેજસ્વીએ એવું કહ્યું હતું કે, નીતીશકુમારને અમે ધાર્યું કરવા દેશુ નહીં, આરજેડીની ગણતરી હમ પાર્ટીના વડા જીતનરામ માંઝીને કોડીને તેના ચાર મતો પોતાની સાથે કરી લેવાના હતા વાત તો ત્યાં સુધીની છે કે, રાહુલ ગાંધીએ જીતનરામ માંઝીને કોન કરીને સહયોગ માંગ્યો હતો. જીતનરામ માંઝી તકવાદી છે એમાં ના નહીં પણ મૂરખ તો નથી જ. તેને ખબર છે કે, ભાજપની સામે પડવાના પરિણામો કેવા આવી શકે: જીતનરામ માંઝીએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, અમે મોદી સાથે જ છીએ તેણે પોતાની પાર્ટી માટે બે મંત્રીપદ માંગ્યા, પોતે જે ઇચ્છતા હોય એ અહીં જ મળી જતું હોય તો બીજે ક્યાંય જવાની જરૂર ક્યાં છે? આરજેડી અને કોંગ્રેસના બધા દાવ ઊંઘા પડયા છે.
બિહારના રાજકારણે વધુ એક વખત કરવટ લીધી છે ત્યારે એ વાત પણ નક્કી છે કે, હજુ બિહારમાં ઘણી નવા જૂની થઈ શકે છે. કોંગ્રેસ પાસે બિહારમાં 19 બેઠકો છે. કોંગ્રેસના ઘણા ધારાસભ્યો નારાજ છે એ લોકોને પણ સમજાઇ ગયું છે કે, કોંગ્રેસમાં રહેવામાં બહુ માલ નથી બિહારમાં કોંગ્રેસનું પોત સાવ પાતળું પડી ગયું છે. ભાજપનો મેળ પડયો તો હજુ કોંગ્રેસના ધારાસભ્યોમાંથી પણ ઘણાને તોડીને પોતાની સાથે લઇ લેશે. ભાજપમાં એ તાકાત છે કે, ગમે તેમ કરીને પોતાનું ધાર્યું કરી શકે. મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભાજપે કોઇને કલ્પના પણ ન આવે એવી ઉથલપાથલ કરીને મામલો પોતાના તરફેણમાં કરી લીધો હતો નીતીશકુમારે રાજીનામું આપ્યા પછી અને રાપથ ગ્રહણ કર્યા એ પહેલા મહાગઠબંધન વિશે એવુ કહ્યુ કે, કંઇ જ બરાબર ચાલતું નહોતું એટલે અમારા માટે બીજો કોઇ રસ્તો નહોતો. નીતીશકુમારે આમ નવો અને આમ જૂનોને જાણીતો રસ્તો અપનાવવો પડયો એ જોઇને ભાજપ હરખાતો હશે એ સ્વાભાવિક છે.