દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ શનિવારે મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ અને વ્યવસાયી રોબર્ટ વાડ્રાને નોટિસ ફટકારી છે. આ કેસ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધવામાં આવ્યો છે, જેમાં રોબર્ટ વાડ્રા અને તેમના સાથીદારો વિરુદ્ધ ગુનાહિત ધંધામાં પેસાની હેરાફેરીના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. કોર્ટે કહ્યું છે કે ફરિયાદકર્તા પક્ષની દલીલ સાંભળવા પહેલા રોબર્ટ વાડ્રા સહિત તમામ 11 આરોપીઓને સુનાવણી માટે બોલાવ્યા છે. કેસની આગામી સુનાવણી 28 ઑગસ્ટ, 2025ના રોજ યોજાશે.
આ કેસમાં વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી દ્વારા ફેબ્રુઆરી 2008માં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી 3.5 એકર જમીન ₹7.5 કરોડમાં ખરીદવાની વાત છે. આરોપ છે કે આ ખરીદી ખોટા દસ્તાવેજો આધારિત હતી અને રાજ્ય સરકારે તેમને તાત્કાલિક વાણિજ્યિક લાઇસન્સ આપી દીધું હતું. જેનાથી જમીનની કિંમતમાં ભારે વધારો થયો. ત્યારબાદ 2012માં આ જમીન રિયલ એસ્ટેટ કંપની DLFને ₹58 કરોડમાં વેચી દેવામાં આવી, જેને કારણે રોબર્ટ વાડ્રાને મોટું નફો મળ્યો.
EDનો દાવો છે કે આ વ્યવહારથી ગુનાહિત આવક ઊભી થઈ હતી, જેને વાડ્રા અને તેમની સંલગ્ન કંપનીઓ દ્વારા અન્ય મિલકતો ખરીદવા માટે વાપરવામાં આવી. EDના જણાવ્યા અનુસાર આ સમગ્ર વ્યવહાર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનાની શ્રેણીમાં આવે છે. હવે કોર્ટ દ્વારા નોટિસ ફટકારાયા બાદ 28 ઑગસ્ટે સુનાવણીમાં આગળની કાર્યવાહી સામે આવી શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel