તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની (Varanasi) મુલાકાતે છે. આ દરમિયાન તેમણે જનસભાને સંબોધિત કરી હતી. આ સંબોધનમાં તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આપેલ નિવેદન પર સાંકેતિક રીતે પ્રતિક્રિયા પણ આપી હતી.
નોંધનીય છે કે, તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ‘મૃતપાય’ અર્થવ્યવસ્થા ગણાવી હતી. જે બાદ હવે વારાણસીથી પીએમ નરેન્દ્ર મોદીએ એક મજબૂત સંદેશ આપ્યો અને કહ્યું કે, ભારત હવે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગે છે.
#WATCH | Varanasi, UP: Prime Minister Narendra Modi says, "… There is an atmosphere of global instability. All countries are focusing on their individual interests. India is going to become the third biggest economy in the world and that is why India will have to stay alert as… pic.twitter.com/rNb3Yu4HK6
— ANI (@ANI) August 2, 2025
પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે વિશ્વ અર્થતંત્ર અનેક આશંકાઓમાંથી પસાર થઈ રહ્યું છે. અસ્થિરતાનું વાતાવરણ છે. આવી સ્થિતિમાં વિશ્વના દેશોએ પોતપોતાના હિત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા પણ બનવા જઈ રહ્યું છે. તેથી, ભારતે પણ તેના આર્થિક હિતોનું ધ્યાન રાખવું પડશે. ભારતે તેના ખેડૂતો, નાના ઉદ્યોગો, યુવાનો અને રોજગાર જેવા મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવી પડશે.
તેમણે કહ્યું, “હું વ્યાપાર જગત સાથે સંકળાયેલા ભાઈઓને આગ્રહ કરું છું – હવે આપણી દુકાનો પર ફક્ત સ્વદેશી વસ્તુઓ જ વેચવી જોઈએ. આ જ દેશની સાચી સેવા હશે.” તેમણે વધુમાં કહ્યું કે, “ભારતે હવે સાવધ રહેવું પડશે. ખરીદવા માટે ફક્ત એક જ ત્રાજવું હશે – એક એવું ત્રાજવું જેમાં ભારતીય નાગરિકનો પરસેવો વહી ગયો હોય.” PM મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વૈશ્વિક વેપાર દબાણ, રશિયા-યુક્રેન યુદ્ધ, ચીનથી થતી આયાત પર ચર્ચા અને અમેરિકાની ટેરિફ નીતિ જેવા મુદ્દાઓ આંતરરાષ્ટ્રીય મંચ પર ઉભા થઈ રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel