વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાથી તમામ દેશવાસીઓને અપીલ કરતાં 22 જાન્યુઆરીના રોજ ઘરે-ઘરે દીવડા પ્રગટાવવાની અપીલ કરી છે.
PM મોદી હાલ અયોધ્યાના પ્રવાસે છે. તેમણે પુનર્નિર્માણ પામેલા અયોધ્યા ધામ રેલવે સ્ટેશન અને નવનિર્મિત મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે એક સભા પણ સંબોધિત કરી, જેમાં 22 જાન્યુઆરીના રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ઉલ્લેખ કરીને દેશવાસીઓને અગત્યની અપીલ કરી હતી.
#WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi says, "This historical moment has very fortunately come into the lives of all of us. We have to take a new resolution for the country and fill ourselves with new energy. For this, all the 140 crore countrymen should light Ram… pic.twitter.com/Dc52swEI8R
— ANI (@ANI) December 30, 2023
ઉત્તરાયણ પછી ૨૨ જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય અને અદ્યતન રામમંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે ત્યારે વિહીપ સહિત અન્ય હિંદુ સંગઠનો દ્વારા ગુજરાતના ત્રણેય પ્રાંતમાં રામમંદિર અંગે જાગૃત્તિ લાવવાના આશ્યથી લોકસંપર્ક અભિયાનનો તા.૧થી ૧૫ જાન્યુઆરી સુધીનું આયોજન કરાયું છે ત્યારે વિહીપના ગુજરાત ક્ષેત્રમાં આવતા ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં જનજાગૃતિનું અભિયાન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે ઉત્તર ગુજરાત ઝોન પૈકીના ૫ જિલ્લાઓમાં અંદાજે ૧૦થી વધુ ઠેકાણે કાર્યકરો ઉપસ્થિત રહીને લોકસંપર્કના ભાગરૂપે ઘરે ઘરે જઈ રામમંદિરના પ્રારંભની રાત્રે પોતાના મકાનો અને અગાસી પર રોશની કરવાનોસંદેશો આપી રહ્યા છે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતમાં અંદાજે ૧૮ લાખ પરિવારોનો સંપર્ક કરવાનું લક્ષ્ય રખાયું છે.
આ અંગે ઉત્તર ગુજરાત ઝોનના મહામંત્રી નલીનભાઈ પટેલના જણાવ્યા મુજબ, લોકસંપર્ક અભિયાન દરમિયાન વિહીપની ૮૦ ટુકડીઓ તથા ૧૦ પ્રખંડમાં અંદાજે ૬૮૦ કાર્યકરો તથા સંતો અને મહંતો અભિયાનમાં જોડાશે અને તેઓ તા.૧૫ જાન્યુઆરી સુધીમાં હિંમતનગર, અરવલ્લી, ખેડબહ્મા, પાલનપુર, ડિસા, થરાદ, રાધનપુર, પાટણ, મહેસાણા અને વિસનગર
તાલુકાનો પ્રવાસ કરી અંદાજે ૧૮ લાખ પરિવારોને રામમંદિરની વિશેષતા તથા આસ્થા અંગે સમજ આપશે. સાથોસાથ આ અભિયાનમાં લોકોને જોડવા માટે અંગે શું કરી શકાય તેની સમજ આપશે. જે મુજબ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રથમ દિવસે દરેક હિંદુ પરિવાર પોતાના ઘરે રંગોળીથી શુસોભન કરશે અને સ્થાનિક મંદિરોમાં સુંદરકાંડ, હનુમાન ચાલીસા તથા સંગીત પારાયણનું આયોજન કરી ભાગ લેવા અનુરોધ કરશે. આ ઉપરાંત કાર્યકરો દ્વારા ઘર-ઘર સંપર્ક દરમિયાન અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ તથા વિશિષ્ટ રીતે તૈયાર કરાયેલા કંકુ મિશ્રિત ચોખા પ્રસાદ તરીકે આપીને તેને પોતાના ઘરમાં દેવસ્થાનમાં મૂકી પૂજા કરવા માટે સમજ આપશે. વિહીપના આ અભિયાનમાં આરએસએસ, એબીવીપી, રાષ્ટ્રીય સેવિકા સમિતી, ભારત વિકાસ પરિષદ, કિસાનસંઘ,અમિતભા અને પાકને સંપ્રદાયના મળી ૨૫૦૦ યુવાઓ મોકલવામણો અનેમજદુર સંઘ, ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો સંતો, મહંતો મઠાપિઢેશ્વરો દ્વારા સંપર્ક દરમિયાન પૂજિત અક્ષત પડીકી પ્રસાદીરૂપે આપશે.
અયોધ્યામાં થનાર પ્રતિષ્ઠાના દિવસે મંદિરો અને સંતો દ્વારા વિવિધ સંપ્રદાયોમાં માનતા ભક્તો માટે પ્રસાદ ભોજનની પણ યોજના બનાવાઈ છે. જે-તે વિસ્તારમાં આવેલ મોટા મંદિરો જેવા કે સ્વામીનારાયણ મંદિર, ગુરૂદ્વારા, જૈન મંદિર સહિત અન્ય મંદિરોને ડેકોરેશન કરી રાત્રે રોશનીથી શણગારવા અનુરોધ કરાયો છે અને તેનું લાઈવ સ્કિનીંગ કરવાનું પણ નક્કી કરાયું છે. આમ વિહીપ ગુજરાત ક્ષેત્ર દ્વારા ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર ઝોનમાં અંદાજે ૩૫૬૮ કામ કરશે. જેમાં અંદાજે ૪૧૬૦ ટુકડીના કાર્યકરો પણ ભાગ લેશે. સાથોસાથ ૭૦ હજારથી વધુ સંતોમહંતો પણ આ અભિયાનમાં જોડાશે