Skip to content
રવિવાર, નવેમ્બર 22, 2026

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ગોહિલવાડની ભૂમિ પર રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા

ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળનાર છે. પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે શનિવારથી પ્રારંભ થનાર કથા પ્રસંગે લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે પોથીયાત્રા યોજાશે. અહીંયા ગણેશજી મંદિર અને હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે.

ઐતિહાસિક અને ગૌરવવંતી ગોહિલવાડની ભૂમિ પર પાલિતાણા પાસેનાં રમણીય સ્થાન સગાપરા ધાર શ્રી કૈલાસ ટેકરી પર મોરારિબાપુના વ્યાસાસને શનિવારથી રામકથા લાભ મળનાર છે, જેની પૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે.

લાલગીરીબાપુ ગુરુ વિજયગીરીબાપુ તથા સેવક સમુદાયના સંકલ્પ આયોજન સાથે કૈલાસ ટેકરી પર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ સાથે આ રામકથા પ્રસંગે પુરા પંથકમાં ભાવ અને હરખ રહેલો છે.

શનિવાર તા.૧૮થી પ્રારંભ થનાર અને રવિવાર તા.૨૬ના પૂર્ણાહુતિ થનાર આ રામકથા પ્રસંગે લાલગીરીબાપુનાં સાંનિધ્યમાં સેવક કાર્યકર્તાઓના સંકલનથી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ભવ્ય આયોજનો થયાં છે. શનિવારે પ્રારંભે પાલિતાણા નગરથી ભાવભેર પોથીયાત્રા યોજાશે.

રામકથામાં સ્થાનિક અને રાષ્ટ્રીય ધાર્મિક મહાનુભાવોનું પણ સાનિધ્ય મળનાર છે. દ્વારકા શારદાપીઠનાં બ્રહ્મચારી નારાયણનંદજી સ્વામી, મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજ, શરણાનંદજી મહારાજ, સ્વામી સચ્ચિદાનંદ સરસ્વતીજી, શેરનાથજીબાપુ, મુક્તાનંદબાપુ, આચાર્ય લોકેશમુની સનાતનીજી, દિલીપદાસજી મહારાજ અને સંતોષદાસજી મહારાજ સહિત ધર્માચાર્યોની ઉપસ્થિતિ રહેનાર છે.

રામકથા દરમિયાન રવિવાર તા.૧૯થી મંગળવાર તા.૨૧ દરમિયાન અહીંયા શ્રી ગણેશજી મંદિર અને શ્રી હનુમાનજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. કથાના દિવસો દરમિયાન સગાપરા ગામ સહિત અલગ અલગ યજમાનો દ્વારા લાભ લેવામાં આવનાર છે. સમગ્ર પંથકમાં ધાર્મિક, સામાજિક તથા રાજકીય મહાનુભાવો અને કાર્યકર્તાઓ સાથે ભાવિક શ્રોતાઓમાં ભાવ શ્રધ્ધા સાથે ભારે હરખ રહેલો છે.

 

મૂકેશ પંડિત (ભાવનગર)

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

Filed under Bhavnagar Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.