બી એ પી એસ સ્વામિનારાયણ મંદિર બારડોલીના ત્રિદશાબ્દી મહોત્સવ નિમિત્તે ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું અદ્ભૂત પ્રવચન. કર્યું હતું.
ધી બારડોલી નાગરિક સહકારી બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બારડોલી કોલેજના પ્રાંગણમાં “મારો પરિવાર સુખી પરિવાર” વિષયક પ્રવચનનું યોજના કરવામાં આવ્યું હતું.
બારડોલીમાં શાસ્ત્રી રોડ પર ૩૦ વર્ષ પહેલા પ્રમુખસ્વામી મહારાજે ભવ્ય BAPS મંદિરની ભેટ આપી હતી. તેનો ત્રિદશાબ્દી મહોત્સવ અને બારડોલી નાગરિક બેંકનો સુવર્ણ મહોત્સવ નિમિત્તે બારડોલી કોલેજના પ્રાંગણમાં “મારો પરિવાર સુખી પરિવાર” વિષયક પ્રવચનનું યોજના કરવામાં આવ્યું હતું. જેમાં બી.એ.પી.એસ. સંસ્થાના લાઈફ કોચ ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ પોતના અદભૂત વક્તવ્યથી ૭૦૦૦ થી વધુ શ્રોતાઓને મંત્ર મુગ્ધ કર્યા હતા. ડો. પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીનું આગમન થતા શ્રોતાઓ વતી બારડોલી નાગરિક બેંકનાં શ્રી ગૌતમભાઈ વ્યાસ, તથા બારડોલી સુગરના પ્રમુખ અને સુરત જીલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા ઉકા તરસાડીયા યુનીવર્સીટીના વાઈસ ચાન્સેલર ડી. આર. શાહ સાહેબ દ્વારા પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. આ પ્રેરક વક્તવ્યને માણવા સહકારી આગેવાનો, ડોકટરો, વકીલો, એન્જીનીયરો, પ્રોફેશર-આચાર્ય તથા બારડોલી અને બારડોલીના આજુબાજુના ગામોમાંથી ભાવિક જનો પધાર્યા હતા.ઉજવણીના ભાગરૂપે આ પ્રવચનમાં ડૉ. સ્વામીએ જીવનમૂલ્યો, વાણી, વર્તન, વિવેક, સંસ્કાર, વડીલોનો આદર અને સુખદ જીવન માટે જરૂરી તત્ત્વો પર રસપ્રદ ઉદાહરણો સાથે વિચારો રજૂ કર્યા. ઘરસભા થી વિશ્વશાંતિ થશે એવા પ્રમુખસ્વામીના વચને એમણે ઘરસભા પર ગણો ભાર મૂક્યો હતો. આભાર વિધિ પૂ. ધ્યાનજીવન સ્વામીએ કરી હતી.