વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે મધ્યપ્રદેશમાં જબલપુરમાં આગામી શનિવારથી મોરારિબાપુના વ્યાસાસને રામકથા લાભ મળશે.
સમગ્ર વિશ્વમાં જેમનાં તત્ત્વચિંતન સાથે ચર્ચામાં રહેલ રજનીશજી , જે ‘ઓશો’ તરીકે નામ ધારણ કરી તેમની દાર્શનિક ભૂમિકામાં કાર્યરત રહ્યાં. ઓશોની સ્મૃતિ સાથે તેમની જન્મજયંતિ ઉજવણી પ્રસંગે આગામી શનિવાર તા.૬થી મોરારિબાપુના વ્યાસાસને શ્રી રામકથા લાભ મળનાર છે.
મોરારિબાપુ રામકથા કે અન્ય ઉપક્રમોમાં ઓશો વિચાર અને અધ્યાત્મ, શાસ્ત્ર તથા ક્થા સાથે સાંપ્રત પ્રવાહની તુલના અને સંધિ અવશ્ય કરતાં રહે છે.
વિશ્વવિખ્યાત આધ્યાત્મિક દાર્શનિક અને વિચારક ઓશો જન્મ મહોત્સવ પ્રસંગે ઓશો જન્મસ્થાન મધ્યપ્રદેશમાં નર્મદાનાં તટ પર કુછવાડા, જેની નજીક પચપેડી, જબલપુરમાં આ રામકથા લાભ મળશે.
મોરારિબાપુ દ્વારા સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્ય સંદેશ સાથે ઓશોનાં જન્મ જયંતિ પ્રસંગમાં ધ્યાન, પ્રવચન અને આનંદદાયક ઉજવણીનો ભાવિક શ્રોતાઓ માટે અવસર મળનાર છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel