Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

ભાલેજમાંથી વધુ એક વખત ગૌવંશની કતલ, અવેધ કતલખાનુ,પાંચ શખ્સો ઝડપાયા

ભાલેજમાંથી વધુ એક વખત ગૌવંશની કતલ, અવેધ કતલખાનુ,પાંચ શખ્સો ઝડપાયા

આણંદ: તા.૨૮ ના રોઝ આણંદ એલસીબી પોલીસને પેટ્રોલીંગ દરમિયાન એક ગુપ્ત બાતમી મળેલ કે, ભાલેજ ગામના નાના ઠાકોરવાડા ખાતે રહેતો જાવેદમીયા ઉર્ફે ખેખલી હબીબમીયા ઠાકોરના ઘરની પાછળના ભાગે કેટલાક શખ્સો એકત્ર થઈ ગૌવંશની કતલ કરી રહ્યા છે. જેથી પોલીસે સ્થળે પર જઈ છાપો મારી પાંચ શખ્સોને ગૌવંશની કતલ કરતા રંગે હાથ ઝડપી પાડયા હતા. તેઓની પુછપરછ કરતાં જેમાં જાવેદમીયા ઉર્ફે ખંખલી હબીબમીયા ઠાકોર, ફારૂકમીયા ઉર્ફે લંગડો હબીબમીયા ઠાકોર, મહંમદજાબર મોહસીનમીયા ઠાકોર, નવાઝશરીફ યાસીનમીયા ઠાકોર અને મનસુરમીયા ઈલ્યાસમીયા ઠાકોર (તમામ રહે. ભાલેજ) હોવાનુ જણાવ્યુ હતુ. પોલીસે સ્થળ પર તમામની અટકાયત કરી ત્રણ છરી, ત્રણ કોયતા, લોખંડની બે ખોરકી, ચાર મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત રૂા.૨૬૩૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ અંગે આરોપીઓની પૂછપરછ કરતા કતલ કરાયેલુ ગૌવંશ(વાછરડું) તેમ હતું. જે તારાપુરથી લાવ્યા હતા અને કતલ કરીને ગૌમાંસ પાંચેય જણા માંસનો ધંધો કરે છે.જે સરખા ભાગે લઈ જવાના હોવાની કબુલાત કરી હતી. આ અંગે પોલીસે ગુજરાત પશુ સંરક્ષણની જુદી જુદી કલમો હેઠળ વધુ આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

 

 

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.