દીનાંક 14/11/2024 ગુરુવારના દિવસથી નડિયાદમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત નડીઆદ, માઈમંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું જેની પૂર્ણાહુતિ 28/11/2024 ગુરુવારે થશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન માં આજ રોજ શિબિર ના નવમા દિવસે ખુબ સુંદર યોગાભ્યાસ અને પ્રાણાયામ કરાવવામાં આવ્યા. આજરોજ શિબિર માં ડૉ વૃંદભાઈ શાહે રોગોના નિવારણ માટે નેચરોપેથી નું મહત્વ સમજાવ્યું હતું. ડૉ સંજયકુમાર બ્રહ્મભટ્ટે સૌ મહેમાનો સ્વયંસેવકો નો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ શિબિરમાં મનીષાબેન નારંગ, સ્મિતાબેન સોની, રૂપલબેન પટેલ, અવન્તિકા બ્રહ્મભટ્ટ વગેરે ઉપસ્થિત રહી પોતાની સેવા આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ખેડા જિલ્લાના કોર્ડીનેટર શ્રી રાનીબેન ઠાકર શિબિરના મુખ્ય માર્ગદર્શિકા છે આ ઉપરાંત સમયે સમયે અનેક નિષ્ણાતો આવીને પોતાના પ્રવચનો દ્વારા આ યોગ શિબિર માં સેવા આપી રહ્યા છે. આજે શિબિરમાં લગભગ 60 ની સંખ્યા હતી. આશરે 30 એક જેટલા પોલીસ કર્મચારી મિત્રો પણ જોડાયા હતા.
રિપોર્ટર -જયનાદ ભટ્ટ(ખેડા)