કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં ધ ક્રિમિનલ લો એમેડમેન્ટ બિલ્સમાં સુધારા કરવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરશે. ભારતીય દંડ સંહિતા, ભારતીય દંડ પ્રક્રિયા સંહિતા અને એવિડન્ટ એક્ટ એમ ત્રણ બિલોમાં સુધારા-વધારા થશે. આવતા સપ્તાહમાં એ બિલ રજૂ કરવામાં આવે એવી શક્યતા છે. સ્થાઈ સમિતિએ એ અંગેનો રિપોર્ટ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે અલગ અલગ આદેશમાં અંગ્રેજોના વખતનો વ્યભિચાર અને સજાતીય સંબંધોને લગતો કાયદો રદ્ કર્યો હતો. આ ગુનાઓને ગુનાની કેટેગરીમાંથી હટાવ્યા હતા. ૨૦૧૮માં પાંચ ન્યાયધીશોની બેચે કહ્યું હતું કે ૧૬૩ વર્ષ જૂનો કાયદો અત્યારે પ્રસ્તૃત નથી. એ જ રીતે ૨૦૧૮માં જ સજાતીય સંબંધોને પણ ગુનો ન ગણવો જોઈએ એવું કહ્યું હતું. તમામને સામાન્ય નાગરિકો જેટલા જ અધિકારો છે. સજાતીય સંબંધો અપરાધની શ્રેણીમાં ન મૂકવા જોઈએ.
આ બંને સંદર્ભમાં સંસદની સ્થાઈ સમિતિએ બંનેને ફરીથી કાયદાનું રૂપ આપીને અપરાધ ગણવાની ભલામણ કરી હતી. ભારતીય ન્યાય સંહિતા બિલમાં એનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ હતો, પરંતુ પીએમ મોદી એમાં અસહમત છે. પીએમ ઉપરાંત કેબિનેટ એવું માને છે કે એડલ્ટરી તેમ જ સજાતીય સંબંધોને ગુનો ગણવાથી લાંબાંગાળાની અસરો થઈ શકે છે. વળી, એ સુપ્રીમના નિર્ણયની વિરૂદ્ધ પણ ગણાઈ શકે છે.
તે સિવાયના ફેરફારો છે તે પ્રમાણે આઈપીસીને બદલે ભારતીય ન્યાય સંહિતા બિલ, સીઆરપીસીને બદલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બિલ અને આઈઈએને બદલે ભારતીય સાક્ષ્ય બિલ લાવવાનો પ્રસ્તાવ છે, જે આવતા સપ્તાહે સંસદમાં મૂકાશે.