પંજાબનો સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને મોહાલી કોર્ટે હાલમાં જ દુષ્કર્મ કેસમાં દોષિત સાબિત કર્યો છે.
પંજાબ: સ્વયંભૂ પાદરી બજિન્દર સિંહને આજીવન કારાવાસ
મોહાલી કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:
🔹 દુષ્કર્મ કેસમાં દોષિત ઠરેલા પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારાઈ.
🔹 2018માં પીડિતાએ તેના વિરુદ્ધ યૌન ઉત્પીડનનો કેસ નોંધાવ્યો હતો.
🔹 28 માર્ચે દોષિત જાહેર કર્યા બાદ આજે સજાની જાહેરાત કરવામાં આવી.
🔹 કુલ છ આરોપીઓ પૈકી પાંચ પુરાવાના અભાવે બચી ગયા, પરંતુ બજિન્દર સિંહ વિરુદ્ધ પુરાવા પ્રબળ હોવાથી સજા અપાઈ.
પીડિતાનું નિવેદન:
“બજિન્દર સિંહ જેલમાંથી બહાર આવ્યા બાદ પણ આવા કૃત્યો કરશે, તેથી હું તેને જેલમાં જ જોવા માંગું છું.“
પીડિતાએ ડીજીપીને જીવના જોખમ અંગે રજૂઆત કરી, સુરક્ષાની માંગણી પણ કરી છે.
પીડિતાના પતિની પ્રતિક્રિયા: “સાત વર્ષની લડત પછી ન્યાય મળ્યો”
🔹 પીડિતાના પતિએ સાત વર્ષ સુધી કેસ લડ્યો અને અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો.
🔹 બજિન્દર સિંહે કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને પીડિતાના પતિ વિરુદ્ધ ખોટી FIR નોંધાવી, જેના કારણે તેમને છ મહિનાની જેલ પણ ભોગવવી પડી.
🔹 “અમે ન્યાય પર વિશ્વાસ રાખ્યો અને આજે અમારી જીત થઈ છે.” – પીડિતાના પતિ
શું હતી ઘટના?
પીડિતા 2016માં બજિન્દરના સંપર્કમાં આવી હતી. બજિન્દરે 2017માં તેને ઢાબા પર મળવા બોલાવી હતી. પીડિતાને પોતાની સાથે યુકે લઈ જવાનું કહી તેને પાસપોર્ટ લાવવા કહ્યું હતું. જ્યાં અન્ય એક આરોપી સાથે કારમાં બેસી ચંદીગઢ જવા કહ્યું હતું. યુકે લઈ જવાની લાલચે તેણે જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવા ફરજ પાડી હતી. તે સમયે પીડિતાને તેણે બેભાન પણ કરી હતી. બાદમાં તેનો વીડિયો બનાવી અવારનવાર ધમકી આપી રહ્યો હતો. તેણે તેની પાસે વિદેશ જવા એક લાખ રૂપિયાની પણ માગ કરી હતી. પીડિતા બજિન્દર સાથે આ મુદ્દો ઉકેલવા માગતી હતી. તે બજિન્દરના ઘરે ગઈ હતી. જ્યાં તેની સાથે અન્ય પાંચ લોકો ઉપસ્થિત હતાં. તેમણે તેનું શારીરિક શોષણ કર્યું તેમજ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.
કોર્ટનો ચુકાદો:
આજીવન કેદની સજા ફટકારી.
પીડિતાને સાત વર્ષ પછી ન્યાય મળ્યો.
પીડિતાના પતિએ આખરે સત્ય સામે લાવ્યું.