અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થતાં અફરાતફરી સર્જાઈ છે. 50થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હોવાના અહેવાલો મળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે. કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે.
PM Modi spoke to HM Amit Shah and Civil Aviation Minister Ram Mohan Naidu. He has asked them to go to Ahmedabad and ensure all possible assistance is extended to those affected in the wake of the air mishap: Sources pic.twitter.com/s4fstgDuRh
— ANI (@ANI) June 12, 2025
અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિતકાળ સુધી બંધ, તમામ ફ્લાઇટ્સ સસ્પેન્ડ
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ગ્રીન કોરિડોર બનાવાયો, કેન્દ્રીય ગૃહમંત્રીએ ગુજરાતનાં CM સાથે ટેલિફોનિક વાતચીત કરી સમીક્ષા કરી