પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય યુરોપના પોલેન્ડ દેશના પ્રવાસે છે. વડાપ્રધાનએ આજે પોલેન્ડના વોર્સોમાં સ્થિત સ્ક્વેર ઓફ ગુડ મહારાજા ખાતે ગુજરાતના નવા નગરના જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના સન્માનમાં બનાવેલ સ્મારકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Humanity and compassion are vital foundations of a just and peaceful world. The Jam Saheb of Nawanagar Memorial in Warsaw highlights the humanitarian contribution of Jam Saheb Digvijaysinhji Ranjitsinhji Jadeja, who ensured shelter as well as care to Polish children left homeless… pic.twitter.com/v4XrcCFipG
— Narendra Modi (@narendramodi) August 21, 2024
CM ભૂપેન્દ્ર પટેલે PMની આ મુલાકાતને આવકારી
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ મુલાકાતને આવકારીને ટ્વિટમાં જણાવ્યું કે, ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનામાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.વડાપ્રધાનની આ મુલાકાત ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવશે.
ભારત અને પોલેન્ડના સંબંધોમાં ગુજરાતની ભૂમિકા ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરોમાં સચવાયેલી છે.
બીજા વિશ્વયુદ્ધ વખતે પોલેન્ડના વિસ્થાપિત થયેલા 600 થી વધુ બાળકોને નવાનગરના મહારાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ ગુજરાતમાં આશરો આપ્યો હતો. પોલેન્ડના લોકો આજે પણ જામસાહેબના આ પિતૃવાત્સલ્ય અને… pic.twitter.com/lcHcOaJ5CD
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 21, 2024
‘પોલેન્ડના 600 જેટલા બાળકોને આશ્રયનું સ્થાન આપ્યું હતું’
રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાતને ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણ હોવાનું જણાવી આ મુલાકાત “વિકાસ ભી, વિરાસત ભીના” મંત્રને સાર્થક કરે છે. વધુમાં મંત્રીએ જણાવ્યું હતું કે, જામસાહેબના નામથી વોર્સોવામાં મહારાજા સ્ટેટના સ્મારક ઉપરાંત, પોલેન્ડમાં કેટલીક સ્કૂલના નામ, રોડના નામ પણ દિગ્વિજયસિંહ જાડેજાની સ્મૃતિમાં આપવામાં આવ્યા છે.
મંત્રી ઋષિકેશ પટેલએ જામસાહેબના યોગદાનનું સ્મરણ કરતાં જણાવ્યું હતું કે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા તોફાનોને કારણે પોલેન્ડના 600 જેટલા બાળકોને ગુજરાતમાં આશ્રયનું સ્થાન આપ્યું હતું. આ બાળકોને રહેવા માટેનું ઉત્તમ સ્થાન, શિક્ષણ અને ભોજન સહિતની જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ પૂરી પાડી હતી .વિશ્વયુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી જામ સાહેબે બધા જ બાળકોને પોલેન્ડ પરત મોકલ્યા હતા. જામસાહેબ દિગ્વિજયસિંહ જાડેજાના આ સેવાકાર્યો સમગ્ર ભારત અને ગુજરાત માટે કાયમના સંસ્મરણો બની રહ્યા છે તેમ મંત્રી ઋષિકેશ પટેલએ ઉમેર્યું હતું.