રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યા પહોંચી ગયા છે જ્યાં તેઓ એરપોર્ટ, રેલવે સ્ટેશન સહિત નાગરિક સુવિધાઓના વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
#WATCH | People shower flower petals on Prime Minister Narendra Modi as he holds a roadshow in Ayodhya, Uttar Pradesh
PM Modi will inaugurate the Maharishi Valmiki International Airport Ayodhya Dham, redeveloped Ayodhya Dham Railway Station, and flag off new Amrit Bharat… pic.twitter.com/b53mxsHFml
— ANI (@ANI) December 30, 2023
PM મોદી અયોધ્યામાં, દેશને મળશે નવી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રામનગરી અયોધ્યા પહોંચી ગયા છે જ્યારે તે વિકાસને નવી ગતિ આપશે અને અહીં મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે અને લગભગ 16 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત દેશના જુદા જુદા સ્ટેશનો પરથી ચાલતી 6 વંદે ભારત અને 2 અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવશે તેમજ પહોળા અને બ્યુટિફાઇડ રસ્તાઓ રામપથ, ભક્તિપથ, ધરમપથ અને શ્રી રામ જન્મભૂમિ પથનું ઉદ્ઘાટન કરશે. પીએમ અયોધ્યામાં રોડ શો કર્યા બાદ જનસભાને સંબોધશે. પીએમના સ્વાગત માટે એરપોર્ટથી રેલ્વે સ્ટેશન, રામ પથ માર્ગ સુધી કુલ 40 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે અને 1400થી વધુ કલાકારો લોક કલા અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he arrives in Ayodhya, Uttar Pradesh pic.twitter.com/HG7L9Zxudd
— ANI (@ANI) December 30, 2023