PM મોદી બે દિવસની કુવૈત મુલાકાતે છે. 43 વર્ષ બાદ કોઈ ખાડી દેશની મુલાકાત PM મોદી પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. કુવૈતે પીએમ મોદીને તેમના સર્વોચ્ચ સન્માન ‘ધ ઓર્ડર ઓફ મુબાર અલ કબીર’ થી સન્માનિત કર્યા છે. કોઈ દેશ દ્વારા PM મોદીને અપાયેલુ આ 20 મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. ‘ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર’ કુવૈતનો નાઈટહુડ ઓર્ડર છે.
Excellent meeting with His Highness the Amir of Kuwait, Sheikh Meshal Al-Ahmad Al-Jaber Al Sabah.
We discussed cooperation in key sectors like pharmaceuticals, IT, FinTech, Infrastructure and security.
In line with the close ties between our nations, we have elevated our… pic.twitter.com/yjBXjZk7gd
— Narendra Modi (@narendramodi) December 22, 2024
આ ઓર્ડર મિત્રતાના પ્રતિક રૂપે રાષ્ટ્રાધ્યક્ષો અને વિદેશ પ્રમુખો તેમજ વિદેશી શાહી પરિવારોના સદસ્યોને આપવામાં આવે છે. આ પહેલા બિલ ક્લિન્ટન, પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ સહિતના નેતાઓને આ સન્માન મળી ચુક્યુ છે.
શનિવારે બે દિવસની મુલાકાતે કુવૈત પહોંચેલા પીએમ મોદી 43 વર્ષમાં ખાડી દેશની મુલાકાત લેનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. કુવૈતની મુલાકાત લેનાર છેલ્લા ભારતીય વડાપ્રધાન ઈન્દિરા ગાંધી હતા, જેમણે 1981માં કુવૈતની મુલાકાત લીધી હતી.
કુવૈત ભારતનું મહત્વપૂર્ણ વ્યાપારિક ભાગીદાર
ભારત કુવૈતના ટોચના વ્યાપારિક ભાગીદારોમાંનું એક છે. કુવૈતમાં સૌથી વધુ પ્રવાસી ભારતીયો વસે છે. આ ગલ્ફ કન્ટ્રી ભારતના ટોચના વેપારી ભાગીદારોમાંનો એક છે. કુવૈત સાથે દ્વીપક્ષીય વ્યાપાર નાણાકીય વર્ષ 2023-24માં 10.47 મિલિયન અમેરિકન ડોલર રહ્યો છે. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે દેશની 3 ટકા ઉર્જા જરૂરિયાતો પૂરી કરે છે. કુવૈતમાં ભારતીય નિકાસ પ્રથમવાર યુએસ $2 બિલિયન સુધી પહોંચી છે, જ્યારે કુવૈત ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં રોકાણ US$10 બિલિયનને વટાવી ગયું છે.
PM મોદીને મળેલા આંતરરાષ્ટ્રીય સન્માનોની યાદી
- જુલાઈ 2023: ફ્રાન્સે પીએમ મોદીને લીજન ઓફ ઓનરથી સન્માનિત કર્યા
- જૂન 2023: ઇજિપ્તમાં ઓર્ડર ઓફ ધ નાઇલ થી સન્માનિત કરાયા
- મે 2023: પાપુઆ ન્યુ ગિની દ્વારા કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ પુરસ્કાર
- મે 2023: પીએમ મોદીને ફિજીમાં કમ્પેનિયન ઑફ ધ ઓર્ડર ઑફ ફિજીથી સન્માનિત કરવામાં આવ્યા
- મે 2023: પલાઉ ગણરાજ્ય દ્વારા પીએમ મોદીને અબાકાલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
- 2021: ભૂટાને પીએમ મોદીને ડ્રુક ગ્યાલ્પોથી સન્માનિત કર્યા
- 2020: અમેરિકાએ પીએમ મોદીને લીજન ઓફ મેરિટ એવોર્ડથી સન્માનિત કર્યા
- 2019: પીએમ મોદીને બહેરીન દ્વારા કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાંથી સન્માનિત કરવામાં આવ્યા
- 2019: માલદીવે નિશાન ઇઝુદ્દીનના ઓર્ડર ઓફ ધ ડિસ્ટિંગ્વિશ્ડ રૂલથી પણ નવાજ્યા
- 2019: રશિયાએ પીએમ મોદીને ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુ એવોર્ડથી સન્માનિત કર્યા
- 2019: PM મોદીને UAE દ્વારા ઓર્ડર ઓફ ઝાયેદ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
- 2018: પીએમ મોદીને ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા
- 2016: મોદીને અફઘાનિસ્તાન દ્વારા સ્ટેટ ઓર્ડર ઓફ ગાઝી અમીર અમાનુલ્લા ખાન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો
- 2016: વડાપ્રધાનને સાઉદી અરેબિયા દ્વારા ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સઉદથી નવાજવામાં આવ્યા હતા