2 મે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 8,900 કરોડ રૂપિયાનું વિઝિંજામ આંતરરાષ્ટ્રીય ડીપ વોટર મલ્ટીપર્પઝ સીપોર્ટ ઉદ્ઘાટન કર્યું. આ બંદર તિરુવનંતપુરમથી અંદાજે 14 કિલોમીટર દૂર આવેલું છે અને ભારતનું સૌપ્રથમ ઊંડા દરિયાઈ ટ્રાન્સશિપમેન્ટ ટર્મિનલ છે. અહીં 24 મીટરની કુદરતી ઊંડાઈ હોવાથી મોટા કન્ટેનર જહાજો ડ્રેજિંગ વિના ડોક કરી શકે છે, જે તેને દક્ષિણ એશિયાના અન્ય બંદરોથી અલગ બનાવે છે. બંદર માત્ર 10 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ પર આવેલું હોવાથી, યુરોપ અને એશિયાની વચ્ચેના દરિયાઈ વેપાર માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે.
#WATCH | Thiruvananthapuram, Kerala: Prime Minister Narendra Modi to dedicate to the nation 'Vizhinjam International Deepwater Multipurpose Seaport' worth Rs 8,900 crore on May 2
The Vizhinjam International Transhipment Deepwater Multipurpose Seaport is an ambitious project… pic.twitter.com/HkDGt0t3so
— ANI (@ANI) May 1, 2025
તિરુવનંતપુરમ એરપોર્ટ પર વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કેન્દ્રીય મંત્રી જ્યોર્જ કુરિયન અને કોંગ્રેસના સાંસદ શશિ થરૂર હાજર રહ્યા. શશિ થરૂર ખાસ દિલ્હીથી તિરુવનંતપુરમ પહોંચ્યા હતા અને તેમણે PM મોદીને મળ્યા. તેઓએ X (અગાઉ Twitter) પર લખ્યું કે “દિલ્હી એરપોર્ટ પર ગોળમાળ છતાં હું સમયસર પહોંચ્યો અને મારા મતવિસ્તારમાં પીએમ મોદીને સ્વાગત કરવાનું મને ગૌરવ લાગ્યું. વિઝિંજામ પોર્ટના ઉદ્ઘાટનની રાહ લાંબા સમયથી જોઈ રહ્યો હતો, હું શરૂઆતથી જ આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છું.”
PM મોદી માટે લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. એરપોર્ટ બહાર ભીડે “ભારત માતા કી જય” અને “નરેન્દ્ર મોદી કી જય” ના નારા લગાવ્યા. પ્રધાનમંત્રી પછીના દિવસ, એટલે કે શુક્રવારે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે, જ્યાં તેઓ અમરાવતીમાં 58,000 કરોડ રૂપિયાનાં 94 માળખાગત સુવિધા સંબંધિત પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
Despite delays at the dysfunctional Delhi airport, managed to land in Thiruvananthapuram in time to receive Prime Minister Narendra Modi on his arrival in my constituency. Looking forward to his officially commissioning Vizhinjam port, a project I have been proud to have been… pic.twitter.com/OoGHeS0Gbe
— Shashi Tharoor (@ShashiTharoor) May 1, 2025